Home News અમદાવાદ : સરખેજ વિશાલા નજીક આવેલા સીટી ગેટ મોલમાં ભયંકર આગ, જુઓ...

અમદાવાદ : સરખેજ વિશાલા નજીક આવેલા સીટી ગેટ મોલમાં ભયંકર આગ, જુઓ Video

ફેસ ઓફ નેશન, 13-04-2020 : અમદાવાદના સરખેજમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. વિશાલા સર્કલ નજીક આવેલા સીટી ગેટ મોલમાં આગ લાગી છે. મોલના છેલ્લા માળે આગ લાગી છે. ફાયર બ્રિગેડનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો છે અને આગ કાબુમાં લેવાના પ્રયાસો થઇ રહ્યા છે. આ આગ ક્યાં કારણોથી લાગી તે હજુ જાણી શકાયું નથી. આ આગમાં કોઈ જાનહાનીના પણ સમાચાર નથી.
ફાયર બ્રિગેડ પહોંચે તે પહેલા સ્થાનિક પોલીસ સ્થળે પહોંચી ગઈ હતી. કોઈ અઘટિત ઘટના ન ઘટે તેથી પોલીસે સમગ્ર રસ્તો કોર્ડન કરી લીધો છે. જો કે ફાયરબ્રિગેડે પહોંચીને પાણીનો મારો ચલાવી આગ કાબુમાં લેવાના પ્રયાસો કર્યા છે. (સતત સમાચારોની અપડેટ મેળવવા 9328282571 નંબર આપના વોટ્સએપ ગ્રુપોમાં એડ કરો. આપની આસપાસ બનતી ઘટનાઓ પણ અમને ફોટો-વિડિયો કે લેખિત માહિતી દ્વારા મોકલાવો. આપ અમને ફેસબુકમાં પણ લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ફેસબુકમાં આપ અમને faceofnation.news નામથી સર્ચ કરી શકો છો)

https://youtu.be/ZHrNf94Gpps

આવતીકાલે નરેન્દ્ર મોદી દેશને સવારે 10 વાગે સંબોધશે, લોકડાઉનના 21 દિવસ થશે પુરા

કોરોના રિપોર્ટ : સોમવારે સવારથી સાંજ સુધીમાં નવા 34 કેસ નોંધાયા, અમદાવાદમાં 25