ફેસ ઓફ નેશન, 14-04-2020 : અમદાવાદના સીટી વિસ્તારમાં ફેલાયેલો કોરોના પશ્ચિમ વિસ્તારોમાં પણ ફેલાઈ રહ્યો છે. નવાવાડજ, જૂનાવાડજ, નારણપુરા, સોલા, બોડકદેવ જેવા પશ્ચિમ વિસ્તારોમાં કોરોનાના કેસ નોંધાયા છે. જો કે આ વિસ્તારના લોકો ગંભીરતા નહીં દાખવે તો હજુ કેસો વધવાની સંભાવના છે.
સોમવારે નારણપુરામાં 3 કેસ નોંધાયા છે. સાથે જ સ્ટેડિયમ અને વેજલપુર વિસ્તારમાં પણ કોરોનાનો ચેપ ફેલાયો છે. જેથી આ વિસ્તારમાં કોરોનાના દર્દીઓ નોંધાયા છે. કોરોનાગ્રસ્ત ફ્લેટ કે સોસાયટીને તંત્ર દ્વારા ક્વોરેન્ટાઇન કરી દેવામાં આવી છે. પશ્ચિમ વિસ્તારના લોકોએ કાળજી લેવી વધુ હિતાવહ છે.
ગુલબાઈ ટેકરામાં આવેલા સ્લમ વિસ્તારમાં પોઝિટિવ કેસ આવતા AMC આરોગ્ય વિભાગની ટીમે વિસ્તારમાં ક્લસ્ટર ક્વોરન્ટીન કરવાની કામગીરી હાથ ધરી છે. ક્વોરન્ટીન વિસ્તારમાં આવેલી ચાલીઓમાં પતરાની આડશ મૂકવામાં આવી છે. ગીચ અને સ્લમ વિસ્તાર હોવાથી ક્વોરન્ટીન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. (સતત સમાચારોની અપડેટ મેળવવા 9328282571 નંબર આપના વોટ્સએપ ગ્રુપોમાં એડ કરો. આપની આસપાસ બનતી ઘટનાઓ પણ અમને ફોટો-વિડિયો કે લેખિત માહિતી દ્વારા મોકલાવો. આપ અમને ફેસબુકમાં પણ લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ફેસબુકમાં આપ અમને faceofnation.news નામથી સર્ચ કરી શકો છો)
આવતીકાલે નરેન્દ્ર મોદી દેશને સવારે 10 વાગે સંબોધશે, લોકડાઉનના 21 દિવસ થશે પુરા
આવતીકાલે નરેન્દ્ર મોદી દેશને સવારે 10 વાગે સંબોધશે, લોકડાઉનના 21 દિવસ થશે પુરા