ફેસ ઓફ નેશન, 14-04-2020 : કોરોનાના કેસો વધી રહ્યા છે. તેવામાં એક એવો કિસ્સો બન્યો છે જેને પોલીસ કર્મચારીઓને દોડતા કરી દીધા છે. અસારવા સિવિલ હોસ્પિટલમાં કોરોનાના ટેસ્ટ માટે લાવવામાં આવેલો યુવક નાસી જતા તેની શોધખોળ શરૂ કરાઈ છે. આ યુવકનો રિપોર્ટ હજુ આવ્યો નથી.
અમદાવાદના વિવિધ વિસ્તારોમાં ભટકતા ભિક્ષુકોને પકડીને મેડિકલ ચેકઅપ માટે શેલ્ટર હોમમાં રાખવામાં આવ્યા હતા. આજે સવારે નરોડા શેલ્ટર હોમમાંથી એક માનસિક અસ્વસ્થ યુવકને અસારવા સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. જો કે આ યુવકનો મેડિકલ રિપોર્ટ હજુ સુધી આવ્યો નથી અને તે હોસ્પિટલમાંથી નાસી ગયો હતો. જેને લઈને તેની શોધખોળ કરવા માટે અમદાવાદ શહેરની પોલીસ કામે લાગી છે.
નવી બનાવેલી 1200 બેડની હોસ્પિટલમાં ઇમરજન્સી વોર્ડમાં આ યુવકને બેસાડવામાં આવ્યો હતો, પરંતુ ડોક્ટર આવે તે પહેલા આ યુવક ત્યાંથી ચાલી નીકળ્યો હતો, માનસિક રીતે અસ્થિર યુવક ભાગી ગયો હોવાની જાણ થતાં સિવિલ હોસ્પિટલમાં દોડધામ મચી જવા પામી હતી. ભારે શોધખોળ બાદ યુવકનો પત્તો ન લાગતા અંતે શાહીબાગ પોલીસ ને જાણ કરવામા આવી હતી.
(સતત સમાચારોની અપડેટ મેળવવા 9328282571 નંબર આપના વોટ્સએપ ગ્રુપોમાં એડ કરો. આપની આસપાસ બનતી ઘટનાઓ પણ અમને ફોટો-વિડિયો કે લેખિત માહિતી દ્વારા મોકલાવો. આપ અમને ફેસબુકમાં પણ લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ફેસબુકમાં આપ અમને faceofnation.news નામથી સર્ચ કરી શકો છો)
આવતીકાલે નરેન્દ્ર મોદી દેશને સવારે 10 વાગે સંબોધશે, લોકડાઉનના 21 દિવસ થશે પુરા
જ્યાં ભાજ્પની સરકાર નથી તે રાજ્યોએ લોકડાઉન વધારાની જાહેરાત કરી દીધી