ફેસ ઓફ નેશન, 14-04-2020 : લોકડાઉનમાં વધારો થતા જ મુંબઈમાં અફરા તફરી જેવો માહોલ સર્જાયો છે. અહીં હજારો મજૂરો રસ્તા ઉપર ઉતરી આવ્યા છે અને પોતાના વતન જવા માંગ કરી રહ્યા છે.
મુંબઈના બાન્દ્રા રેલવે સ્ટેશન પર હજારોની સંખ્યામાં પર પ્રાંતીય મજુરોની ભીડ એકત્રિત થઈ છે. આ મજૂરોએ લોકડાઉનના પગલે પોતાને વતન મોકલવામાં આવે તેવી માંગ કરી છે. ઉલ્લેખનીય છે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકડાઉનને તા.3 મે સુધી લંબાવવાની જાહેરાત કરી છે. જેને લઈને આ મજૂરો રસ્તા ઉપર ઉતરી આવ્યા છે. પોલીસે આ ટોળાને વિખેરવા લાઠીચાર્જ શરૂ કરી દીધો છે.રસ્તા ઉપર ઉતરેલા મોટાભાગના લોકોનો એક જ સુર છે કે, અમને ખાવાનું મળતું નથી. છેલ્લા ત્રણ દિવસથી અમને જમવાનું મળ્યું નથી. જેથી અમે અમારા વતન પરત જવા માંગીએ છીએ. જો અમને જવા દેવામાં નહીં આવે તો અમે ચાલતા નીકળી જઈશું. પોલીસ તંત્ર આ લોકોને સમજાવવાના અર્થાગ પ્રયાસો કરી રહી છે અને તમામને વિખેરવા પ્રયાસ કરી રહી છે.
(સતત સમાચારોની અપડેટ મેળવવા 9328282571 નંબર આપના વોટ્સએપ ગ્રુપોમાં એડ કરો. આપની આસપાસ બનતી ઘટનાઓ પણ અમને ફોટો-વિડિયો કે લેખિત માહિતી દ્વારા મોકલાવો. આપ અમને ફેસબુકમાં પણ લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ફેસબુકમાં આપ અમને faceofnation.news નામથી સર્ચ કરી શકો છો)
https://youtu.be/AM60VcKtgSU
જ્યાં ભાજ્પની સરકાર નથી તે રાજ્યોએ લોકડાઉન વધારાની જાહેરાત કરી દીધી
લોકડાઉનમાં વધારો જરૂરી, 3 મે સુધી દેશ લોકડાઉન : નરેન્દ્ર મોદી, સાંભળો PMએ શું કહ્યું