ફેસ ઓફ નેશન વિશેષ, (ધવલ પટેલ) 14-04-2020 : ગુજરાત પોલીસ હાલ રાજ્યમાં મહત્વની ફરજ અદા કરી રહી છે. લોકોએ કદી ન જોયેલો ગુજરાત પોલીસનો આ ચહેરો હાલ જોઈ રહ્યા છે. મહારાષ્ટ્રમાં લોકડાઉનમાં વધારો થતા અનેક મજૂરો રસ્તા ઉપર ઉતરી આવ્યા છે. આ મજૂરોએ પોતાના વતન જવાની માંગ સાથે હોબાળો મચાવ્યો છે. હજારોની સંખ્યામાં અહીં મજૂરો એકઠા થયા છે. ગુજરાત પોલીસ હાલ તમામ પર પરપ્રાંતિયોને ખાવાની અને રહેવાની સગવડ પુરી પાડી રહી છે. જો ગુજરાત પોલીસ માત્ર કાયદો અને વ્યવસ્થાની કામગીરી જ શરૂ કરે તો સરકારની આંખે પાણી આવી જાય તેમ છે. આમ થાય તો ગુજરાતમાં પણ મહારાષ્ટ્ર વાળી થતા કોઈ રોકી શકે નહીં.
કોઈ પણ વ્યક્તિને રોટલો અને ઓટલો મળે એટલે પુરૂ. હાલ ઘણા એવા લોકો છે કે જેઓ રોજનું કમાઈને રોજ ખાય છે. લોકડાઉનના પગલે આવા લોકોની આવક બંધ થઇ ગઈ છે. જેથી રાજ્યની પોલીસ માનવતારૂપી કાર્ય કરીને આવા તમામ લોકોને રહેવા અને ખાવાની સગવડ કરી આપી છે. પોલીસ કર્મચારીઓ પોતાની રીતે આયોજન કરીને આવા લોકોને ભોજન પૂરું પાડે છે. તેમાં સરકાર તરફથી કોઈ ફાળો મળતો નથી. ગુજરાતના અનેક પોલીસ સ્ટેશને પોતાના વિસ્તારમાં સવાર સાંજ ધમધમતા રસોડા શરૂ કરી દીધા છે. જ્યાં પોલીસ સ્ટાફ સહીત જરૂરિયાતમંદ લોકોને ભોજન પૂરું પાડવામાં આવે છે.
જો રાજ્યની પોલીસ એમ કહે કે, અમારી ફરજ કાયદો અને વ્યવસ્થાનું પાલન કરાવવાની છે. તેનાથી બીજા અન્ય કોઈ કર્યો અમે કરીશું નહિ તો ગુજરાત સરકારની ઊંઘ હરામ થઇ જાય અને રસ્તા ઉપર પરપ્રાંતીયોનો ખડકલો થઇ જાય તેમ છે. જેથી ગુજરાતમાં જ્યાં સુધી પોલીસ માનવતાની જવાબદારી નીભાવી રહી છે ત્યાં સુધી કોઈને પણ રસ્તા ઉપર ઉતરવાની જરૂરિયાત ઉભી થશે નહીં. સાથે જ સેવા માટે સતત ધમધમતા ધાર્મિક અને સામાજિક સંગઠનોના રસોડા પણ એટલા જ મહત્વના પુરવાર થઇ રહ્યા છે.
(સતત સમાચારોની અપડેટ મેળવવા 9328282571 નંબર આપના વોટ્સએપ ગ્રુપોમાં એડ કરો. આપની આસપાસ બનતી ઘટનાઓ પણ અમને ફોટો-વિડિયો કે લેખિત માહિતી દ્વારા મોકલાવો. આપ અમને ફેસબુકમાં પણ લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ફેસબુકમાં આપ અમને faceofnation.news નામથી સર્ચ કરી શકો છો)
લોકડાઉનમાં વધારો જરૂરી, 3 મે સુધી દેશ લોકડાઉન : નરેન્દ્ર મોદી, સાંભળો PMએ શું કહ્યું