Home News ષડયંત્ર ? : મુંબઈમાં પરપ્રાંતીયોને રસ્તા ઉપર ઉતારવા રાજકીય ખેલ ?

ષડયંત્ર ? : મુંબઈમાં પરપ્રાંતીયોને રસ્તા ઉપર ઉતારવા રાજકીય ખેલ ?

ફેસ ઓફ નેશન, 14-04-2020 : મુંબઈમાં હજારો પરપ્રાંતિયો રસ્તા ઉપર ઉતરી આવ્યા છે. અચાનક ઉતરી આવેલા આ પરપ્રાંતીયોને લઈને અનેક સવાલ ઉભા થયા છે. આ પરપ્રાંતીયોએ ખાવાનું ન મળતું હોવાના આક્ષેપ સાથે રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા. સાથે જ આ તમામ લોકોએ પોતાના વતન જવાની જીદ પકડી હતી. જો કે સૌથી મોટી નવાઈની વાત એ છે કે, આ તમામ લોકો પોતાના વતન જવા માટે આવ્યા હતા તો પછી કેમ એક પણ લોકોના હાથમાં સામાનની કે કપડાંની બેગ નહોતી ?
મુંબઈના સ્થાનિકોમાં ચાલતી ચર્ચા મુજબ આ એક રાજકીય સ્ટંટ છે. કેટલાક લોકો માની રહ્યા છે કે ઉદ્ધવ ઠાકરે સરકારને અસ્તવ્યસ્ત કરવા માટે લોકોને આ પ્રકારે રસ્તા ઉપર ઉતારવામાં આવ્યા હોઈ શકે તેમ છે. જો કે આટલી મોટી સંખ્યામાં રસ્તા ઉપર ઉતરેલા મજૂરોને કાબુમાં કરવા પોલીસને બળપ્રયોગ કરવાની નોબત આવી હતી.
કોરોનાની મહામારીને લઈને એક બાજુ મહારાષ્ટ્રમાં કેસો વધી રહ્યા છે ત્યારે બીજી બાજુ કોણે આ પરપ્રાંતિયોની આગેવાની લઈને રસ્તા ઉપર ઉતાર્યા તે એક સવાલ છે. દિવસે દિવસે વધતા જતા કેસોમાં મહારાષ્ટ્ર સમગ્ર દેશમાં પ્રથમ નંબરે છે. તેવામાં આ મજૂરો કોઈની આગેવાની વિના આટલી મોટી સંખ્યામાં બહાર આવે તે શક્યતા ઓછી છે. જેથી મહારાષ્ટ્રમાં રાજકીય ઈશારે પરપ્રાંતીયોને રોડ ઉપર ઉતારવામાં આવ્યા હોવાની ચર્ચાએ પણ વેગ પકડ્યો છે. જો કે આવા સમયે રાજકારણ ન હોઈ શકે. આ ખુબ જ ગંભીર બાબત છે. રાજકારણ ક્યારેય મહામારી સમયે ન હોવું જોઈએ. મુંબઈની ઘટનામાં પણ રાજકીય રંગ હોય તો તે વખોડવા લાયક છે.
રાજકારણ ક્યારેય મહામારી સમયે ન હોવું જોઈએ. મુંબઈની ઘટનામાં પણ રાજકીય રંગ હોય તો તે વખોડવા લાયક છે. જે લોકો પોલીસની જીપ જોઈને ભાગી જાય છે તે આવા સમયે કઈ હિંમત સાથે રસ્તા ઉપર ઉતરી આવે છે તે પણ એક સવાલ છે.

(સતત સમાચારોની અપડેટ મેળવવા 9328282571 નંબર આપના વોટ્સએપ ગ્રુપોમાં એડ કરો. આપની આસપાસ બનતી ઘટનાઓ પણ અમને ફોટો-વિડિયો કે લેખિત માહિતી દ્વારા મોકલાવો. આપ અમને ફેસબુકમાં પણ લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ફેસબુકમાં આપ અમને faceofnation.news નામથી સર્ચ કરી શકો છો)

અમદાવાદ : કોટ વિસ્તારમાં કાલ સવારથી કર્ફ્યુ લાગુ કરાશે

અમદાવાદ : કોટ વિસ્તારમાં કાલ સવારથી કર્ફ્યુ લાગુ કરાશે