ફેસ ઓફ નેશન, 15-04-2020 : ગુજરાતના કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાને કોરોનાનો ચેપ લાગ્યો છે. હાલ તેઓને એસવીપી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. તેમનો રિપોર્ટ પોઝિટિવ આવતા જ તુરંત તે એસવીપી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે પહોંચ્યા હતા.
ઇમરાન ખેડાવાલાનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જો કે તેનો રિપોર્ટ આવે તે પહેલા તેઓએ મુખ્યમંત્રી, ડેપ્યુ. મુખ્યમંત્રી, ગૃહમંત્રી સહીત સરકારના અનેક અધિકારીઓને મળ્યા હતા. આ મુલાકાતમાં માસ્ક વિના બેઠા હોવાના પણ વિડીયો સામે આવ્યા છે. તંત્ર અને સરકારની આ એક મોટી બેદરકારી સામે આવી છે કે, કોરોના ટેસ્ટ કરાવ્યો હોવા છતાં ધારાસભ્ય બિન્દાસ્ત ગાંધીનગર સુધી પહોંચી ગયા હતા. જ્યાં મુખ્યમંત્રી સહિતના નેતાઓ સાથે બેઠક કરી હતી.
(સતત સમાચારોની અપડેટ મેળવવા 9328282571 નંબર આપના વોટ્સએપ ગ્રુપોમાં એડ કરો. આપની આસપાસ બનતી ઘટનાઓ પણ અમને ફોટો-વિડિયો કે લેખિત માહિતી દ્વારા મોકલાવો. આપ અમને ફેસબુકમાં પણ લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ફેસબુકમાં આપ અમને faceofnation.news નામથી સર્ચ કરી શકો છો)
https://youtu.be/ZeCssDZbHaI
મુખ્યમંત્રી રૂપાણી સાથે બેઠકમાં ગયેલા ધારાસભ્યનો કોરોના રિપોર્ટ પોઝિટિવ