Home News ગુજરાતમાં આજે કુલ 56 કેસ નોંધાયા, સૌથી વધુ અમદાવાદમાં 42

ગુજરાતમાં આજે કુલ 56 કેસ નોંધાયા, સૌથી વધુ અમદાવાદમાં 42

ફેસ ઓફ નેશન, 15-04-2020 : ગુજરાતમાં આજે ગઈકાલ રાતથી આજ સવાર સુધી વધુ 56 કેસ નવા નોંધાયા છે. જેમાં સૌથી વધુ અમદાવાદમાં 42 નોંધાયા છે. ખેડા અને બોટાદમાં એક એક કેસ નોંધાયા છે. પંચમહાલ અને વડોદરામાં ત્રણ ત્રણ કેસ નોંધાયા છે. સુરતમાં 6 કેસ નોંધાયા છે. જેને લઈને અત્યારસુધીનો કુલ આંક 695એ પહોંચ્યો છે. 30 લોકોના મોત થયા છે. અમદાવાદના કોટ વિસ્તારમાં જ સૌથી વધુ કેસો નોંધાયા હોવાની માહિતી મળી છે. જેને લઈને અમદાવાદમાં અત્યાર સુધી કુલ 404 કેસ નોંધાયા છે.
કોરોનાના કારણે બે દર્દીના મોત થયા છે. જેમાં વડોદરામાં 14 વર્ષીય બાળકી અને સુરતમાં 45 વર્ષીય મહિલાનું મોત નિપજ્યું હતું. 598 લોકોની તબિયત સ્થિર છે અને 8 લોકો હાલ વેન્ટિલેટર ઉપર છે. (સતત સમાચારોની અપડેટ મેળવવા 9328282571 નંબર આપના વોટ્સએપ ગ્રુપોમાં એડ કરો. આપની આસપાસ બનતી ઘટનાઓ પણ અમને ફોટો-વિડિયો કે લેખિત માહિતી દ્વારા મોકલાવો. આપ અમને ફેસબુકમાં પણ લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ફેસબુકમાં આપ અમને faceofnation.news નામથી સર્ચ કરી શકો છો)

મુખ્યમંત્રી રૂપાણી સાથે બેઠકમાં ગયેલા ધારાસભ્યનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

અમદાવાદ : કોટ વિસ્તારમાં કાલ સવારથી કર્ફ્યુ લાગુ કરાશે