Home Politics MLAને કોરોના પોઝીટીવ આવતા તંત્ર દોડતું થયું, સંપર્કમાં આવેલાને શોધવાની ગતિવિધિ

MLAને કોરોના પોઝીટીવ આવતા તંત્ર દોડતું થયું, સંપર્કમાં આવેલાને શોધવાની ગતિવિધિ

ફેસ ઓફ નેશન, 15-04-2020 : કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ અગાઉ તેઓ મુખ્યમંત્રી સહીત નાયબ મુખ્યમંત્રી અને ઉચ્ચ અધિકારીઓને મળ્યા હતા. જો કે તેઓ સચિવાલયમાં પણ પત્રકાર પરિષદ કરવા પહોંચ્યા હતા. જેને લઈને તેઓ કોને કોને મળ્યા છે તે જાણવા ગતિવિધિ તેજ કરી દેવામાં આવી છે. હાલ તંત્ર એ જાણવાના પ્રયાસ કરી રહ્યું છે કે આ ધારાસભ્યના સંપર્કમાં કોણ કોણ આવ્યું છે. જે જે લોકો આ ધારાસભ્યના સંપર્કમાં આવ્યા તે તમામ લોકોને હોમ ક્વોરેન્ટાઇન કરવામાં આવી રહ્યા છે. વિસ્તારમાં તેઓ અગાઉ પોલીસ અધિકારીઓને પણ મળી ચુક્યા છે.
મળતી માહિતી પ્રમાણે, ઇમરાન ખેડાવાલા સાથે રહેલા અન્ય ધારાસભ્યોમાં શૈલેષ પરમાર અને ગ્યાસુદ્દીન શેખના પણ ટેસ્ટ કરવામાં આવ્યા છે. આ બંને ધારાસભ્યોને હોમ ક્વોરેન્ટાઇન કરાયા છે. સાથે જ ઇમરાન ખેડાવાલાના પરિવારના સભ્યોનો પણ ટેસ્ટ કરવામાં આવ્યો છે. તેમને પણ હોમ ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. સરકાર પણ આ ધારાસભ્યને કોરોના પોઝિટિવ નોંધાતા દોડતી થઈ ગઈ છે. જે જે અધિકારી આ ધારાસભ્યને મળ્યા હતા તે તમામને કોરોનાનો ભય છે. આ તમામ વચ્ચે સચિવાલયના સીસીટીવી પણ ચેક કરવામાં આવી રહ્યા હોવાની માહિતી મળી છે. ધારાસભ્ય કોના કોના નજીકથી સંપર્કમાં આવ્યા છે તે જાણવા સીસીટીવી તપાસવામાં આવી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.
ઇમરાન ખેડાવાલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો તે અગાઉ તે ગાંધીનગરમાં અનેક લોકોને મળ્યા હતા. જેમાં મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, ગૃહમંત્રી સહિતના નેતાઓનો સમાવેશ થાય છે. સાથે જ અધિકારીઓ પણ છે કે જેઓએ ઇમરાન ખેડાવાલાએ જ્યાં પત્રકાર પરિષદ કરી હતી ત્યાં જ પત્રકાર પરિષદ સંબોધી હતી. આ દરમ્યાન ઉપસ્થિત પત્રકારો પણ ઇમરાન ખેડાવાલાના સંપર્કમાં આવ્યા હોવાની માહિતી મળી છે. જેને લઈને આ તમામ લોકોના ટેસ્ટ કરવામાં આવે તેવી શક્યતાઓ છે. (સતત સમાચારોની અપડેટ મેળવવા 9328282571 નંબર આપના વોટ્સએપ ગ્રુપોમાં એડ કરો. આપની આસપાસ બનતી ઘટનાઓ પણ અમને ફોટો-વિડિયો કે લેખિત માહિતી દ્વારા મોકલાવો. આપ અમને ફેસબુકમાં પણ લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ફેસબુકમાં આપ અમને faceofnation.news નામથી સર્ચ કરી શકો છો)

અમદાવાદ : કોટ વિસ્તારમાં કાલ સવારથી કર્ફ્યુ લાગુ કરાશે

અમદાવાદ : કોટ વિસ્તારમાં કાલ સવારથી કર્ફ્યુ લાગુ કરાશે

ધારાસભ્યને કોરોના : પ્રજાને ફરજીયાત માસ્ક પહેરવાનું કહેતા ખુદ CM જ બેઠકમાં માસ્ક વિના બેઠા હતા, જુઓ Video