Home Uncategorized અમદાવાદ : 13 દિવસમાં 10 બાળકી સહીત 14 બાળકોને કોરોનાનો ચેપ લાગ્યો

અમદાવાદ : 13 દિવસમાં 10 બાળકી સહીત 14 બાળકોને કોરોનાનો ચેપ લાગ્યો

ફેસ ઓફ નેશન, 15-04-2020 : ગુજરાતમાં સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાયા છે. અમદાવાદ કોરોના વાઇરસનું હોટ સ્પોટ બની ગયું છે. જો કે શહેરી વિસ્તારોમાં કેસો વધતા કર્ફ્યુ નાખી દેવામાં આવ્યો છે. સાથે જ પોલીસને લોકડાઉનનું પાલન કરાવવા કડક આદેશ આપી દેવામાં આવ્યા છે. 3 દિવસ દરમ્યાન 10 બાળકી સહીત 14 બાળકોને કોરોનાનો ચેપ લાગ્યો છે.
3 એપ્રિલે 1 બાળકીને કોરોનાનો ચેપ લાગ્યો હતો. ત્યારબાદ 9 એપ્રિલ અને 13 એપ્રિલે એક એક બાળકીને કોરોના પોઝિટિવ નોંધાયો હતો. ત્યારબાદ 14 એપ્રિલે 3 અને 15 એપ્રિલે 4 બાળકીઓને કોરોના પોઝિટિવ આવતા સારવાર હેઠળ ખસેડવામાં આવી હતી. આ સાથે 10 એપ્રિલે એક, 13 એપ્રિલે બે અને 15 એપ્રિલે એક બાળકનો કોરોના પોઝિટિવ નોંધાયો હતો. (સતત સમાચારોની અપડેટ મેળવવા 9328282571 નંબર આપના વોટ્સએપ ગ્રુપોમાં એડ કરો. આપની આસપાસ બનતી ઘટનાઓ પણ અમને ફોટો-વિડિયો કે લેખિત માહિતી દ્વારા મોકલાવો. આપ અમને ફેસબુકમાં પણ લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ફેસબુકમાં આપ અમને faceofnation.news નામથી સર્ચ કરી શકો છો)

અમદાવાદ : કોટ વિસ્તારમાં કાલ સવારથી કર્ફ્યુ લાગુ કરાશે

ધારાસભ્યને કોરોના : પ્રજાને ફરજીયાત માસ્ક પહેરવાનું કહેતા ખુદ CM જ બેઠકમાં માસ્ક વિના બેઠા હતા, જુઓ Video