Home Uncategorized ટોરેન્ટ પાવર અને GEBએ લોકોને છેલ્લા બિલોની એવરેજના આધારે બિલ મોકલ્યા

ટોરેન્ટ પાવર અને GEBએ લોકોને છેલ્લા બિલોની એવરેજના આધારે બિલ મોકલ્યા

ફેસ ઓફ નેશન, 15-04-2020 : કોરોનાની મહામારીને લઈને સમગ્ર ભારતમાં લોકડાઉન જાહેર કરી દેવામાં આવ્યું છે. જેને લઈને ટોરેન્ટ પાવર અને જીઇબી પાસે ઘરે ઘરે જઈને મીટર રીડર કરવાનું શક્ય ન હોવાથી અગાઉના બીલોની એવરેજના આધારે લોકોને ઇલેક્ટ્રિક બિલ આપવામાં આવ્યા છે. જો કે બાદમાં મિટર રીડિંગ થયા બાદ વધઘટ રકમનો સંપૂર્ણ હિસાબ આપવામાં આવશે.
હાલ કોરોનાની મહામારીના પગલે ટોરેન્ટ પાવર સહીત જીઇબીમાં સ્ટાફને ઘરે ઘરે જઈને મીટર રીડિંગ કરાવવું તે શક્ય નથી. જેને પગલે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય પ્રમાણે તમામ લોકોના અગાઉના બિલોની એવરેજના આધારે આગામી નવા બિલની રકમ નક્કી કરવામાં આવશે. જેથી આવનાર બિલ એવરેજ પ્રમાણે આપવામાં આવ્યું હશે. જેને લઈને કોઈએ ગભરાવવાની કે ચિંતામાં મુકવાની જરૂર નથી. લોકડાઉન ખુલ્યા બાદ મીટર રીડિંગ કર્યા બાદ હાલની રકમ અને રીડિંગ કર્યા બાદની રકમનો હિસાબ સરભર કરી આપવામાં આવશે. જે તે પછીના બિલમાં ઉલ્લેખ સાથે રજૂ કરવામાં આવશે. (સતત સમાચારોની અપડેટ મેળવવા 9328282571 નંબર આપના વોટ્સએપ ગ્રુપોમાં એડ કરો. આપની આસપાસ બનતી ઘટનાઓ પણ અમને ફોટો-વિડિયો કે લેખિત માહિતી દ્વારા મોકલાવો. આપ અમને ફેસબુકમાં પણ લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ફેસબુકમાં આપ અમને faceofnation.news નામથી સર્ચ કરી શકો છો)

ધારાસભ્યને કોરોના : પ્રજાને ફરજીયાત માસ્ક પહેરવાનું કહેતા ખુદ CM જ બેઠકમાં માસ્ક વિના બેઠા હતા, જુઓ Video

કોટ વિસ્તારમાં કર્ફ્યુનો અમલ શરૂ, RAF, BSF સહિતની ટુકડીઓ તૈનાત