Home News બનાસકાંઠા : દાંતામાં લોકો દુકાનો ખોલી વેપાર કરવા લાગ્યા, પોલીસે 4 સામે...

બનાસકાંઠા : દાંતામાં લોકો દુકાનો ખોલી વેપાર કરવા લાગ્યા, પોલીસે 4 સામે ગુનો નોંધ્યો

ફેસ ઓફ નેશન, 16-04-2020 : લોકડાઉનના પગલે પોલીસ કડક વલણ દાખવી રહી છે. જીવન જરૂરિયાત ચીજવસ્તુઓ સિવાયના તમામ પ્રકારના વેચાણ ઉપર પ્રતિબંધ છે. જો કોઈ શાકભાજી, ડેરી અને મેડિકલ સિવાયની અન્ય કોઈ દુકાન ખોલીને વેપાર કરતો જણાય તો પોલીસ તેની વિરુદ્ધ ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરે છે. બનાસકાંઠાના દાંતા પોલીસ સ્ટેશનમાં ગઈકાલે કુલ 4 ફરિયાદ નોંધાઈ હતી. આ તમામ ફરિયાદો દુકાન ખોલીને વેપાર કરનારા વિરુદ્ધની હતી.
લોકડાઉન અમલમાં હોવા છતાં દાંતામાં કોઈ ગેરેજ, કોઈ પાન-મસાલા તો કોઈક કપડાંની દુકાન ખોલીને વેપાર કરવા લાગ્યા હતા. જે બાબત પોલીસને ધ્યાને આવતા જ આવા ચાર જેટલા દુકાનદારો ઉપર ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી. જેમાં સમીરભાઈ અબ્દુલરહેમાન, હરચંદજી ઠાકરડા, કનુભાઈ મોદી તથા કુરબાનભાઈ ખોજાનો સમાવેશ થાય છે. (સતત સમાચારોની અપડેટ મેળવવા આપ અમને 9328282571 નંબર ઉપર “News” લખીને વોટ્સએપ મેસેજ કરો. આપની આસપાસ બનતી ઘટનાઓ પણ અમને ફોટો-વિડિયો કે લેખિત માહિતી દ્વારા મોકલાવો. આપ અમને ફેસબુકમાં પણ લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ફેસબુકમાં આપ અમને faceofnation.news નામથી સર્ચ કરી શકો છો)

કોટ વિસ્તારમાં કર્ફ્યુનો અમલ શરૂ, RAF, BSF સહિતની ટુકડીઓ તૈનાત

અમદાવાદ : 13 દિવસમાં 10 બાળકી સહીત 14 બાળકોને કોરોનાનો ચેપ લાગ્યો