Home News અમદાવાદ : પશ્ચિમમાં વધી રહ્યો છે કોરોના, ચાંદલોડિયા, નારણપુરા, સોલા, ગોતામાં નવા...

અમદાવાદ : પશ્ચિમમાં વધી રહ્યો છે કોરોના, ચાંદલોડિયા, નારણપુરા, સોલા, ગોતામાં નવા કેસો

ફેસ ઓફ નેશન, 16-04-2020 : અમદાવાદના પશ્ચિમ વિસ્તારોમાં રહેતા લોકોએ સાવધાન થઈ જવાની તાતી જરૂરિયાત છે. નહીં તો આગામી સમયમાં કોટ વિસ્તાર જેવી સ્થિતિનું નિર્માણ થશે તેમ કહેવામાં કોઈ બે મત નથી. ચાંદલોડિયા, નારણપુરા, સોલા અને ગોતામાં છેલ્લા 24 કલાક દરમ્યાન કોરોનાના કેસો નોંધાયા છે.
ચાંદલોડિયાના વંદે માતરમ રોડ ઉપર આવેલા શ્રીનાથ એવન્યુમાં 43 વર્ષીય પુરુષને કોરોના થતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. સાથે જ આ ફ્લેટને કોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. તો બીજી બાજુ ગોતામાં જ્યાં સૌથી વધુ વસ્તી છે તેવા વસંતનગર ટાઉનશીપમાં આવેલા ભગવતી નગરમાં એક શંકાસ્પદ કેસ નોંધાયો છે. નારણપુરાના મંગલમૂર્તિ એપાર્ટમેન્ટમાં 40 વર્ષીય પુરુષને કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તો સોલાના પારસનગરમાં પણ વધુ એક પોઝિટિવ આવ્યો હોવાની માહિતી મળી છે.
ગુલબાઇ ટેકરા અને રામાપીરના ટેકરામાં સૌથી મોટું સ્ક્રીનીંગ અભિયાન ચલાવવામાં આવશે. કોર્પોરેશન દ્વારા આ વિસ્તારોમાં રહેતા લોકોનું સ્ક્રીનિંગ કરવામાં આવશે. કારણ કે, અહીં પણ કેસો નોંધપાત્ર પ્રમાણમાં વધ્યા છે. (સતત સમાચારોની અપડેટ મેળવવા આપ અમને 9328282571 નંબર ઉપર “News” લખીને વોટ્સએપ મેસેજ કરો. આપની આસપાસ બનતી ઘટનાઓ પણ અમને ફોટો-વિડિયો કે લેખિત માહિતી દ્વારા મોકલાવો. આપ અમને ફેસબુકમાં પણ લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ફેસબુકમાં આપ અમને faceofnation.news નામથી સર્ચ કરી શકો છો)

ગાંધીનગર : કોરોનાના કહેર વચ્ચે કોલવડાની આયુર્વેદિક કોલેજમાં દીપડો ઘુસ્યો, જુઓ Video

ગાંધીનગર : કોરોનાના કહેર વચ્ચે કોલવડાની આયુર્વેદિક કોલેજમાં દીપડો ઘુસ્યો, જુઓ Video