ફેસ ઓફ નેશન, (ધવલ પટેલ) 16-04-2020 : આજથી એક મહિના અગાઉ 16 માર્ચે સમગ્ર વિશ્વમાં કુલ 1,67,515 કોરોનાના કેસો નોંધાયા હતા. અમેરિકામાં 1678 કેસ પોઝિટિવ નોંધાયા હતા. ભારતમાં કુલ 162 કેસ નોંધાયા હતા. જે આજે વધીને 12,799 થઇ ગયા છે. એક જ મહિનામાં વધેલા આટલા કેસોએ તંત્રની ઊંઘ હરામ કરી દીધી છે. જો કે ભારતમાં લોકડાઉન 22 માર્ચ પછી જાહેર કરવામાં આવ્યું હતું. તે સમયે એટલે કે 22 માર્ચ સુધીમાં 402 કેસો નોંધાયા હતા. 20 માર્ચે ગુજરાતમાં પ્રથમ કેસ અમદાવાદમાં નોંધાયો હતો. જે 22 વર્ષીય યુવતી અમેરિકાથી આવી હતી.
દિવસે દિવસે વધતા જતા કોરોનાના કેરથી લોકો ચિંતાજનક સ્થિતિમાં મુકાયા છે. તમામ લોકોના ધંધા રોજગાર ઠપ્પ થઇ ગયા છે અને ઘરમાં કેદ થઇ ગયા છે. ભારતમાં લોકડાઉન પૂર્વે 21 માર્ચે પ્રથમવાર એક જ દિવસમાં 78 નવા કેસ નોંધાયા હતા. ત્યારબાદ 23 માર્ચે 94 કેસ, 24 માર્ચે 74 કેસ, 25 માર્ચે 86 કેસ નોંધાયા હતા. જે સતત વધતા રહ્યા હતા. આજે પરિસ્થિતિ એ આવી છે કે, ગઈકાલે એક જ દિવસમાં 882 નવા કેસ નોંધાયા હતા. અત્યાર સુધીનો કેસો વધવાનો રેકોર્ડ 13 એપ્રિલે તૂટ્યો હતો. જે દિવસે સૌથી વધુ 1243 કેસ નોંધાયા છે.
કોરોનાથી ડરવા કરતા સાવધાનીની ખુબ જ જરૂરિયાત છે. લોકડાઉનનો અમલ હોવા છતાં લોકો ઘર બહાર નીકળી જાય છે. પરિણામે લોકલ ટ્રાન્સમિશનના કેસોમાં વધારો થાય છે. હજુ લોકો સાવધાની નહીં રાખે તો આગામી દિવસોમાં કોરોનાના કેસો વધતા કોઈ રોકી નહીં શકે. (સતત સમાચારોની અપડેટ મેળવવા આપ અમને 9328282571 નંબર ઉપર “News” લખીને વોટ્સએપ મેસેજ કરો. આપની આસપાસ બનતી ઘટનાઓ પણ અમને ફોટો-વિડિયો કે લેખિત માહિતી દ્વારા મોકલાવો. આપ અમને ફેસબુકમાં પણ લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ફેસબુકમાં આપ અમને faceofnation.news નામથી સર્ચ કરી શકો છો)
ગાંધીનગર : કોરોનાના કહેર વચ્ચે કોલવડાની આયુર્વેદિક કોલેજમાં દીપડો ઘુસ્યો, જુઓ Video
AMC : સેમ્પલ ટેસ્ટિંગની પ્રક્રિયામાં રહેલા કર્મચારીને કોરોનાનો ચેપ લાગ્યો