ફેસ ઓફ નેશન, 16-04-2020 : રક્તદાન એ મહાદાન માનવામાં આવે છે. લોકડાઉનમાં રક્તદાન કરનારાઓની સંખ્યા ઘટી ગઈ છે. જેને લઈને થેલેસીમિયા ગ્રસ્ત બાળકો માટે લોહી પૂરું પાડવું એ એક મોટો સવાલ બની ગયો છે. જો કે સરકાર અને સામાજિક સંસ્થાઓ આ બાબતે આગળ આવી છે અને પોતાનું યોગદાન આપ્યું છે. સરકાર સતત એવા પ્રયાસો કરી રહી છે કે, થેલેસીમિયા ગ્રસ્ત બાળકોને કોઈ તકલીફ ન પડે.
શાહીબાગ સ્થિત સ્પેક્ટ્રમ ટાવરના યુવાનો દ્વારા રક્તદાન કરીને એક ઉમદા કાર્ય કરવામાં આવ્યું હતું. ભાવિનસિંહ રાઠોડની આગેવાની હેઠળ સિવિલ હોસ્પિટલ બ્લડબેંક દ્વારા આ બ્લડ એકઠું કરવામાં આવ્યું હતું. જેમાં સોશિયલ ડિસ્ટન્સી સહિતના નિયમોનું પણ પાલન કરવામાં આવ્યું હતું. (સતત સમાચારોની અપડેટ મેળવવા આપ અમને 9328282571 નંબર ઉપર “News” લખીને વોટ્સએપ મેસેજ કરો. આપની આસપાસ બનતી ઘટનાઓ પણ અમને ફોટો-વિડિયો કે લેખિત માહિતી દ્વારા મોકલાવો. આપ અમને ફેસબુકમાં પણ લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ફેસબુકમાં આપ અમને faceofnation.news નામથી સર્ચ કરી શકો છો)
AMC : સેમ્પલ ટેસ્ટિંગની પ્રક્રિયામાં રહેલા કર્મચારીને કોરોનાનો ચેપ લાગ્યો
અમદાવાદ : મણિનગરમાં 72 વર્ષીય મહિલા બુટલેગરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ