ફેસ ઓફ નેશન, 16-04-2020 : સવારે 10 વાગ્યા પછી અમદાવાદમાં 53 કેસ નોંધાયા છે. ડો.જયંતી રવિએ જણાવ્યું હતું કે આજે અમદાવાદમાં સૌથી વધુ 53 કેસ નોંધાયા છે. કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. જે ચિંતાજનક બાબત કહી શકાય તેમ છે. આજે રાજ્યના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડો.જયંતી રવિએ આ અંગે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, કાલે રાતથી આજે સવાર સુધી નવા કુલ 105 પોઝિટિવ કેસ નોંધાયા છે. અમદાવાદમાં 42 નવા કેસ નોંધાયા છે. સાથે જ સવારથી અત્યાર સુધી બીજા નવા 58 કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ અમદાવાદના 53 છે.
અત્યાર સુધી કુલ 871 કેસ નોંધાયા છે. જેમાં વેન્ટિલેટર ઉપર 5 લોકો છે અને 767 લોકો સ્થિર હાલતમાં સારવાર હેઠળ છે. અમદાવાદમાં જુહાપુરા, જમાલપુર, દાણીલીમડા, મણિનગર, મેઘાણીનગર, સરસપુર અને ગોમતીપુરનો સમાવેશ થાય છે. (સતત સમાચારોની અપડેટ મેળવવા આપ અમને 9328282571 નંબર ઉપર “News” લખીને વોટ્સએપ મેસેજ કરો. આપની આસપાસ બનતી ઘટનાઓ પણ અમને ફોટો-વિડિયો કે લેખિત માહિતી દ્વારા મોકલાવો. આપ અમને ફેસબુકમાં પણ લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ફેસબુકમાં આપ અમને faceofnation.news નામથી સર્ચ કરી શકો છો)
AMC : સેમ્પલ ટેસ્ટિંગની પ્રક્રિયામાં રહેલા કર્મચારીને કોરોનાનો ચેપ લાગ્યો
ટ્રમ્પની ભારત મુલાકાત ટાણે અમેરિકામાં 35 અને ભારતમાં 3 કોરોના પોઝિટિવ કેસ હતા