Face Of Nation, Gandhinagar : લોકસભાની ચૂંટણી સમગ્ર દેશમાં પુરી થઇ ગઈ છે અને હવે મત ગણતરી માટે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે ત્યારે એક્ઝિટ પોલના આંકડાએ ભારતભરમાં અનેક ચર્ચાઓ ઉભી કરી છે. એક્ઝિટ પોલના આંકડા ભાગ્યે જ સાચા પડ્યા છે. બાકી હંમેશા પરીણામ બાદ એક્ઝિટ પોલના આંકડાને એક્ઝિટ થવાનો જ વારો આવ્યો છે. મતદાન બાદ મતદારોના રીવ્યુ લઈને કરવામાં આવતા સર્વે બાદ હાર જીતના જાહેર કરવામાં આવતા આંકડાને એક્ઝિટ પોલ તરીકે ઓળખવામાં આવે છે. જો કે ચાલુ વર્ષે લોકસભાની ચૂંટણી માટે એક્ઝિટ પોલના આંકડાએ ભાજપને સ્પષ્ટ બહુમતી દેખાડી એનડીએની સરકાર બનશે તેવું ચિત્ર ઉભું કર્યું છે પરંતુ અહીં પ્રશ્ન એ થાય કે શું ખરેખર એક્ઝિટ પોલની તટસ્થતા છે ત્યારે કેટલાક પરીબળો જોતા એક્ઝિટ પોલની તટસ્થતા છે જ નહીં તેવું સ્પષ્ટ થાય છે. હજુ અંતિમ તબક્કાની ચૂંટણી પણ પુરી નહોતી થઈ ત્યાં એક્ઝિટ પોલના આંકડા શરૂ થઇ ગયા હતા. છેલ્લા તબક્કાની ચૂંટણી ક્યારે પુરી થઇ અને ક્યારે એક્ઝિટ પોલના માણસોએ સર્વે કરી લીધો તે એક મોટો પ્રશ્ન છે. લોકોમાં એવી પણ ચર્ચા ઉઠી છે કે, એક્ઝિટ પોલના આંકડા લોકોને ભ્રમિત કરવા માટે પેઈડ ઉભા કરવામાં આવ્યા છે. જો કે મત ગણતરીને આડે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે ત્યારે દૂધનું દૂધ અને પાણીનું પાણી સ્પષ્ટ થઈ જશે. મોટા ભાગના તજજ્ઞો અને જ્યોતિષ શાસ્ત્રો આજે પણ એમ જ કહી રહ્યા છે કે આવતીકાલે જાહેર થનારા લોકસભાના પરીણામો સૌના ગણિત ખોટા સાબિત કરશે અને ચોંકાવનારા પરીણામો આપશે. જો કે હવે એક્ઝિટ પોલ સાચા પડે છે કે તજજ્ઞો-જ્યોતિષીઓના મત સાચા પડે છે તે ઈવીએમ ખુલે જ ખબર પડી શકે તેમ છે.