Home Uncategorized ગુજરાતમાં કોરોનાના વધતા જતા કેર વચ્ચે છૂટછાટ આપવી મુશ્કેલભરી બની રહેશે

ગુજરાતમાં કોરોનાના વધતા જતા કેર વચ્ચે છૂટછાટ આપવી મુશ્કેલભરી બની રહેશે

ફેસ ઓફ નેશન, 17-04-2020 : એક તરફ સરકારના અધિકારીઓ જ એ વાત કબૂલ કરે છે કે, દિવસે દિવસે કોરોનાને લઈને સ્થિતિ બગડી રહી છે. તેવામાં બીજી બાજુ સરકાર દ્વારા ઉદ્યોગોને ખોલવા મંજૂરી આપવાની જાહેરાત કરવામાં આવે છે. જે કેટલું યોગ્ય છે તે આવનારા સમયમાં માલુમ પડી જશે. ગુજરાત સરકારે કેટલાક ઉદ્યોગોને 20 એપ્રિલથી ખોલવા માટે કેટલીક છૂટછાટ આપી છે. જો કે આ છૂટછાટ સરકાર માટે આગામી સમયમાં મુશ્કેલીભરી બની રહેશે તેમ કહેવામાં કોઈ બે મત નથી. હાલ ગુજરાતના કોઈ પણ શહેરમાં કોરોના કાબુમાં આવ્યો નથી. સતત તેના કેસો વધી રહ્યા છે તેની વચ્ચે સરકારની આ જાહેરાત લોકોના આરોગ્ય માટે જોખમી પુરવાર થશે તેમ કહેવામાં કોઈ બે મત નથી.
વિશ્વના અનેક દેશો કોરોનાને લઈને લોકડાઉન વધારી રહ્યા છે. હજુ સુધી આવા દેશોમાં કોઈ ધંધા રોજગાર પણ ખુલ્યા નથી. તેવામાં ગુજરાત સરકારે આગામી 20 એપ્રિલથી કેટલાક ઉદ્યોગોને મંજૂરી મેળવીને ખોલવાની છૂટછાટ આપી દેતા આશ્ચર્ય સર્જાયું છે. કેન્દ્ર સરકારને પગલે ગુજરાત સરકારે કેટલાક ઉદ્યોગોને ખોલી વેપાર શરૂ કરવાની પરવાનગી આપવામાં આવશે તેની જાહેરાત કરી છે. કોરોનાના વધતા જતા કેર વચ્ચે આ જાહેરાત યોગ્ય નથી. લોકડાઉનના કડક પાલન કરાવવાને બદલે સરકારે જાહેર કરેલી આ છૂટછાટ કોરોનાને વધારો કરવા નોતરું આપે તેવી પ્રબળ શક્યતાઓ છે.
અત્યારે હાલ લોકડાઉનનો અમલ છે. અનેક ધંધા રોજગારો બંધ છે તેમ છતાં દિવસે દિવસે કોરોનાના કેસો વધી રહ્યા છે. તો પછી છૂટછાટ આપવાની શરૂઆત થશે ત્યારે શું હાલત થશે તે અંગે વિચાર કરીએ તો પણ જવાબ મળી જાય તેમ છે. જો નાના ધંધા રોજગારને બચાવવાના આશયથી આ કામ કરવામાં આવશે તો કોરોનાના કેસોમાં વધારો થતો જશે અને પરિણામે એક દિવસ એવો આવશે કે તેને કાબુમાં લેતા સરકારને આંખે પાણી આવશે. (સતત સમાચારોની અપડેટ મેળવવા આપ અમને 9328282571 નંબર ઉપર “News” લખીને વોટ્સએપ મેસેજ કરો. આપની આસપાસ બનતી ઘટનાઓ પણ અમને ફોટો-વિડિયો કે લેખિત માહિતી દ્વારા મોકલાવો. આપ અમને ફેસબુકમાં પણ લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ફેસબુકમાં આપ અમને faceofnation.news નામથી સર્ચ કરી શકો છો)

ટ્રમ્પની ભારત મુલાકાત ટાણે અમેરિકામાં 35 અને ભારતમાં 3 કોરોના પોઝિટિવ કેસ હતા

કોરોના : એક મહિના અગાઉ ભારતમાં નોંધાયેલા 126 પોઝિટિવ કેસ આજે 12799 થઈ ગયા છે