ફેસ ઓફ નેશન, 17-04-2020 : અમદાવાદ સમગ્ર ગુજરાતમાં કોરોનાનું હોટ સ્પોટ બની ગયું છે. દિવસે દિવસે વધતા જતા કેસો આગામી સમય માટે લાલબત્તી સમાન બની ગયા છે. રાજ્યના આરોગ્ય અગ્ર સચિવ ડો.જયંતી રવિએ કોરોનાની માહિતી આપી છે. ગુરુવાર રાતથી આજે સવાર સુધીના આંકડાઓ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં સૌથી વધુ અમદાવાદમાં 45 કેસ નોંધાયા છે. સાથે જ વડોદરામાં 9, સુરતમાં 14, આણંદ 1, ભરૂચ 8, બોટાદ 3, છોટાઉદેપુર 1, દાહોદ-ખેડામાં એક એક, નર્મદામાં 5, પંચમહાલમાં 2, પાટણમાં 1 કેસ નોંધાયા છે. 8 લોકો હાલ વેન્ટીલેટર ઉપર છે. બે વ્યક્તિના મૃત્યુ નીપજ્યા છે. કુલ નવા કેસ 92 નોંધાયા છે. ગઈકાલે 24 કલાક દરમ્યાન અમદાવાદમાં 95 કેસ નોંધાયા હતા.
દિવસે દિવસે વધતો જતો કોરોનાનો કહેર ક્યારે શાંત થશે તે અંગે કઈ પણ કહેવું મુશ્કેલ છે. સતત વધી રહેલા આ રોગચાળા વચ્ચે તંત્રની કડક કાર્યવાહી અતિ આવશ્યક છે. (સતત સમાચારોની અપડેટ મેળવવા આપ અમને 9328282571 નંબર ઉપર “News” લખીને વોટ્સએપ મેસેજ કરો. આપની આસપાસ બનતી ઘટનાઓ પણ અમને ફોટો-વિડિયો કે લેખિત માહિતી દ્વારા મોકલાવો. આપ અમને ફેસબુકમાં પણ લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ફેસબુકમાં આપ અમને faceofnation.news નામથી સર્ચ કરી શકો છો)
ગુજરાતમાં કોરોનાના વધતા જતા કેર વચ્ચે છૂટછાટ આપવી મુશ્કેલભરી બની રહેશે
અમદાવાદ : નવાવાડજના અભિષેક એપાર્ટમેન્ટમાં 33 વર્ષીય મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ
કોરોના : એક મહિના અગાઉ ભારતમાં નોંધાયેલા 126 પોઝિટિવ કેસ આજે 12799 થઈ ગયા છે