ફેસ ઓફ નેશન, 17-04-2020 : અમદાવાદના ગુલબાઇ ટેકરામાં કોરોનાના કેસો વધુ આવતા આ સમગ્ર વિસ્તારને ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યો છે. જો કે આજે અહીંના લોકોએ કોર્પોરેશન દ્વારા લગાવવામાં આવેલા બોર્ડ, બેરિકેડ તેમજ પતરાઓ તોડી કાઢ્યા હતા. લોકો રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા. લોકોએ માંગ કરી હતી કે તેમને જમવાનું અને કરિયાણું પૂરું પાડવામાં આવે.
ગુલબાઇ ટેકરા ખાતે આજે સવારે મોટી સંખ્યામાં લોકોનું ટોળું એકાએક તોડફોડ કરવા લાગ્યું હતું. રસ્તા ઉપર લગાવવામાં આવેલા બેરિકેડ તેમજ પતરાઓ તોડીને રોડ ઉપર ઉતરી આવ્યા હતા. આ બાબતની જાણ સ્થાનિક પોલીસને થતા તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. બીજી બાજુ તેમની કરિયાણું અને જમવાનું પૂરું પાડવાની માંગને લઈને તંત્ર સાથે વાટાઘાટ કરવામાં આવી હતી. પોલીસે તમામ લોકોને સમજાવટથી મામલો થાળે પાડ્યો હતો અને તમામને ઘરમાં પાછા જતા રહેવા વિનંતી કરી હતી. જો કે પોલીસ અને તંત્રની હૈયાધારણાથી લોકો પરત ફર્યા હતા. (સતત સમાચારોની અપડેટ મેળવવા આપ અમને 9328282571 નંબર ઉપર “News” લખીને વોટ્સએપ મેસેજ કરો. આપની આસપાસ બનતી ઘટનાઓ પણ અમને ફોટો-વિડિયો કે લેખિત માહિતી દ્વારા મોકલાવો. આપ અમને ફેસબુકમાં પણ લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ફેસબુકમાં આપ અમને faceofnation.news નામથી સર્ચ કરી શકો છો)
કોરોના : એક મહિના અગાઉ ભારતમાં નોંધાયેલા 126 પોઝિટિવ કેસ આજે 12799 થઈ ગયા છે
ગુજરાતમાં કોરોનાના વધતા જતા કેર વચ્ચે છૂટછાટ આપવી મુશ્કેલભરી બની રહેશે