Home News અમદાવાદ : રેડ સિગ્નલ : અત્યાર સુધી પશ્ચિમમાં કુલ 61 કેસ નોંધાયા,...

અમદાવાદ : રેડ સિગ્નલ : અત્યાર સુધી પશ્ચિમમાં કુલ 61 કેસ નોંધાયા, આજે ન્યુ રાણીપમાં 1 કેસ નોંધાયો

ફેસ ઓફ નેશન, 17-04-2020 : પશ્ચિમ વિસ્તારમાં કોરોનાના કેસો વધી રહ્યા છે. જે નાગરિકો માટે લાલબત્તી સમાન છે. આજે વધુ એક ન્યુ રાણીપમાં કેસ નોંધાયો છે. 38 વર્ષીય મહિલાને કોરોના પોઝિટિવ આવ્યો છે. જે સ્વામિનારાયણ મંદિર પાસે આવેલા આશ્રય પ્લેટિનામાં રહેતા હતા. ગુજરાતમાં સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાયા છે. જેને લઈને કોટ વિસ્તારમાં કર્ફ્યુ નાખી દેવામાં આવ્યો છે. તો બીજી બાજુ પશ્ચિમ વિસ્તારોમાં પણ આ રોગે માથું ઉચક્યું છે.
અમદાવાદમાં અત્યાર સુધી કુલ 571 કેસો નોંધાયા છે. જેમાંથી સૌથી વધુ મધ્ય ઝોનમાં 231 કેસ છે. જો કે પશ્ચિમમાં પણ કોરોનાએ ફેલાવવાનું શરૂ કરી દેતા અત્યાર સુધી કુલ 61 કેસ નોંધાયા છે. પશ્ચિમ વિસ્તારોમાં બોડકદેવ, ઉસ્માનપુરા, નારણપુરા, સોલા, ગોતા, ચાંદલોડિયા, રાણીપ જેવા વિસ્તારોનો સમાવેશ થાય છે. આ તમામ વિસ્તારોમાં કોરોનાના કેસો નોંધાયેલા છે. જેને લઈને નાગરિકોએ સાવધાન થઇ જવાની તાતી જરૂરિયાત છે. આ કેસો વધતા વાર લાગતી નથી જેને કારણે તમામ લોકોએ આ મામલે ગંભીરતા દાખવવી અત્યંત જરૂરી છે. (સતત સમાચારોની અપડેટ મેળવવા આપ અમને 9328282571 નંબર ઉપર “News” લખીને વોટ્સએપ મેસેજ કરો. આપની આસપાસ બનતી ઘટનાઓ પણ અમને ફોટો-વિડિયો કે લેખિત માહિતી દ્વારા મોકલાવો. આપ અમને ફેસબુકમાં પણ લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ફેસબુકમાં આપ અમને faceofnation.news નામથી સર્ચ કરી શકો છો)

ગુજરાતમાં કોરોનાના વધતા જતા કેર વચ્ચે છૂટછાટ આપવી મુશ્કેલભરી બની રહેશે

કોરોના : એક મહિના અગાઉ ભારતમાં નોંધાયેલા 126 પોઝિટિવ કેસ આજે 12799 થઈ ગયા છે