Home Uncategorized લોકસભાના ચોંકાવતા પરિણામો સાથે પાંચ વર્ષ ફિક્સ થઈ મોદી સરકાર : સત્તા...

લોકસભાના ચોંકાવતા પરિણામો સાથે પાંચ વર્ષ ફિક્સ થઈ મોદી સરકાર : સત્તા પહેલાની સાધના ફળી

Face Of Nation : લોકસભાની ચૂંટણી બાદ પરિણામને ગણતરીના કલાકો બાકી હતા ત્યારે ઠેર ઠેર કોણ જીત મેળવશે તેની ચર્ચા શરૂ થઇ હતી. જ્યોતિષીઓથી માંડીને જર્નાલિસ્ટો તેમના જુદા જુદા અંદાજો લગાવી રહ્યા હતા અને કેન્દ્રમાં કોની સરકાર બનશે તે અંગેના પોટ પોતાના પ્રસ્તાવ રજૂ કરતા હતા. જ્યોતિષીઓના મતે નરેન્દ્ર મોદી સરકાર બનાવતા ન હતા અને કોઈ મહિલા વડાપ્રધાન આવશે તેવું જોવાઈ રહ્યું હતું તો બીજી બાજુ જર્નાલિસ્ટ પણ તેમના અભ્યાસ મુજબ ભાજપને 200ની અંદર સીટો મળશે તેવું ગણિત લગાવતા હતા. કેન્દ્ર સ્થાને ભાજપ સત્તા હાંસલ કરશે પણ જે પ્રમાણે બહુમતી આવી તે પ્રમાણે કોઈને આશા ન હતી. કેમ કે થોડા સમય પહેલા જ રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં યોજાયેલઈ વિધાનસભાની ચૂંટણીએ ભાજપને જાકારો આપ્યો હતો તેવામાં ભાજપને આ લોકસભામાં સીટો ઘટશે તેવો અંદાજ મોટાભાગે સૌ કોઈને હતો તેવામાં ભાજપ 303 જેટલી સીટો સાથે સત્તા સ્થાને બિરાજમાન થવા જઈ રહી છે ત્યારે પરિણામોએ સૌને ચોંકાવી દીધા છે. ઠેર ઠેર એક જ વાત ચર્ચા સ્થાને ઉઠી રહી છે કે, આ પરિણામ શક્ય છે ખરૂં ?

ગુજરાતમાં સતત સાડા તેર વર્ષ સુધી શાસન સંભાળ્યા બાદ છેલ્લા પાંચ વર્ષથી દેશની સત્તા સંભાળી રહેલા નરેન્દ્ર મોદી એક બ્રાન્ડ બની ગઈ છે, ત્યારે આ બ્રાન્ડનું માર્કેટિંગ કરવામાં નરેન્દ્ર મોદીએ કોઈ કચાશ બાકી રાખી નહીં, અને મોદી બ્રાન્ડ માટે સોશિયલ મીડિયાનો ભરપૂર ઉપયોગ કર્યો હતો. તેની સાથે સાથે ગુજરાત સહિત દેશભરમાં ચૂંટણી પ્રચારના તમામ સાહિત્યમાં પણ માત્ર અને માત્ર મોદીનું જ બ્રાન્ડીંગ કરવામાં આવ્યું હતું. જેની પાછળ ભાજપની સમજી વિચારીને ઘડવામાં આવેલી રણનીતિનો જ એક ભાગ હતું. 2019ની ચૂંટણી પહેલા ભાજપના પ્રચારમાં અડવાણી, વાજપેયી, પંડિત દિનદયાલ ઉપાધ્યાય અને શ્યામ પ્રસાદ મુખર્જીના ફોટોઝ સાથે હોર્ડિંગ્સ અને બેનર્સ બનતા હતા. પરંતુ આ લોકસભા ચૂંટણીમાં મોટાભાગના બેનર્સ અને હોર્ડિંગ્સ તથા ટીવી એડમાં એક માત્ર નરેન્દ્ર મોદી જ નજરે ચડતા હતા.

ભાજપના ચાણક્ય ગણાતા અમિત શાહ પણ નરેન્દ્ર મોદી સાથે વર્ષોથી ખભેખભો મિલાવીને કામ કરી રહ્યા છે. 2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપના સ્ટ્રેટેજીસ્ટ તરીકે અમિત શાહે તનતોડ મહેનત કરી હતી, જેના પરિણામે ભાજપે કેન્દ્રમાં પહેલીવાર પૂર્ણ બહુમતી સાથે સત્તા મેળવી હતી. આ વિજય માટે 2014 પહેલા વડાપ્રધાન બનવા માટે નરેન્દ્ર મોદી અને અમિત શાહે ગુજરાતમાં રહીને જે પ્રમાણેની મહેનત શરૂ કરી હતી. જેના પરિણામ સ્વરૂપ નરેન્દ્ર મોદી પહેલીવાર વડાપ્રધાન બન્યા હતા.

ચૂંટણી જીત્યા પછી ભાજપ અધ્યક્ષ અમિત શાહ સાથે પાર્ટી કાર્યાલય પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, દેશની જનતાએ ફકીરની ઝોળી ભરી દીધી. ભાજપની વિશેષતા છે કે, ક્યારેક અમે બે પણ થઈ ગયા પરંતુ કદી અમે અમારા માર્ગથી વિચલીત નથી થયા. અમે અમારા આદર્શોને ગાયબ નથી થવા દીધા. ન રોકાયા, ન થાક્યા, ન ઝૂક્યા. જ્યારે અમે બે સીટ હતી ત્યારે પણ અને આજે અમે ફરી સરકારમાં આવી ગયા ત્યારે પણ. બે થી બીજી વખત સુધીની યાત્રામાં ઘણાં ઉતાર-ચઢાવ આવ્યા છે. બેની સીટ પર હતા ત્યારે પણ નિરાશ નહતા થયા અને બીજી વખત આવ્યા ત્યારે પણ અમારી નમ્રતા, વિવેક, આદર્શ અને સંસ્કાર નહીં છોડીએ.