Home News કોરોનાના કેન્દ્ર અમદાવાદમાં આજે વધુ 143 કેસ, રાજ્યમાં કુલ 176

કોરોનાના કેન્દ્ર અમદાવાદમાં આજે વધુ 143 કેસ, રાજ્યમાં કુલ 176

ફેસ ઓફ નેશન, 18-04-2020 : ગુજરાતમાં કોરોનાનું મુખ્ય કેન્દ્ર બનેલા અમદાવાદમાં આજે વધુ 143 કેસ નોંધાયા છે. રાજ્યમાં આજે કુલ 176 કેસ નોંધાયા છે. આ આંકડા ગઈ રાતથી એટલે કે શુક્રવાર રાતથી આજે શનિવાર સવાર સુધીના છે. આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડો.જયંતી રવિએ આ અંગે માહિતી આપી હતી. આજે સુરતમાં 13, વડોદરામાં 13, રાજકોટમાં 2, ભાવનગર 2, આણંદ 1, ભરૂચ-પંચમહાલમાં 1 જેટલા કેસો નોંધાયા છે. આજે કુલ 7 લોકોના મૃત્યુ થયા છે. સમગ્ર ગુજરાતમાં હાલ 1272 દર્દીઓ સારવાર હેઠળ છે. જેમાં 7 વેન્ટિલેટર ઉપર છે જયારે 1129ની તબિયત સ્થિર છે. 88 લોકો સ્વસ્થ થઇ જતા તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. અમદાવાદમાં ગોમતીપુર, વેજલપુર, રામદેવનગર, દાણીલીમડા, ખાનપુર, દરિયાપુર, ખાડિયા, જૂનાવાડજ, જમાલપુર, અસારવા, કાંકરિયા, બહેરામપુરા અને બોડકદેવનો સમાવેશ થાય છે.
વધતા જતા કોરોનાએ લોકોને ચિંતાજનક સ્થિતિમાં મુકી દીધા છે. ગઈકાલે એક જ દિવસમાં કોરોનાના 170 કેસો નોંધાયા હતા. જેમાં 77 કેસ અમદાવાદમાં નોંધાયા હતા. અમદાવાદ ગુજરાતનું કોરોનાનું હોટસ્પોટ શહેર બની ગયું છે. જ્યાં સૌથી વધુ કેસો નોંધાઈ રહ્યા છે. આજે ગઈ એક જ રાતમાં વધેલા 143 કેસ ચિંતાજનક ચોક્કસ કહી શકાય તેમ છે. (સતત સમાચારોની અપડેટ મેળવવા આપ અમને 9328282571 નંબર ઉપર “News” લખીને વોટ્સએપ મેસેજ કરો. આપની આસપાસ બનતી ઘટનાઓ પણ અમને ફોટો-વિડિયો કે લેખિત માહિતી દ્વારા મોકલાવો. આપ અમને ફેસબુકમાં પણ લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ફેસબુકમાં આપ અમને faceofnation.news નામથી સર્ચ કરી શકો છો)

અમદાવાદ : રેડ સિગ્નલ : અત્યાર સુધી પશ્ચિમમાં કુલ 61 કેસ નોંધાયા, આજે ન્યુ રાણીપમાં 1 કેસ નોંધાયો

અમદાવાદ : રેડ સિગ્નલ : અત્યાર સુધી પશ્ચિમમાં કુલ 61 કેસ નોંધાયા, આજે ન્યુ રાણીપમાં 1 કેસ નોંધાયો