ફેસ ઓફ નેશન, 18-04-2020 : ગઈ રાતથી આજ સવાર સુધીમાં અમદાવાદમાં કુલ 176 કેસ નોંધાયા છે. જે બાબત ઘણી ગંભીર કહી શકાય તેમ છે. ઘેર ઘેર સર્વે અને ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે ત્યારે વધતા જતા નવા કેસોના આંકડા ચિંતાજનક છે.
અમદાવાદ મ્યુ. કમિશનર વિજય નહેરાએ અમદાવાદના કેસોની વિસ્તૃત માહિતી આપી હતી. તે મુજબ મધ્ય ઝોનમાં 38, દક્ષિણ ઝોનમાં 91, ઉત્તર ઝોનમાં 3, પશ્ચિમ ઝોનમાં 2, ઉત્તર પશ્ચિમ ઝોનમાં 1, પૂર્વ ઝોનમાં 6 કેસ નોંધાયા છે. 4 લોકોના મોત નિપજ્યા છે. જેને લઈને અત્યાર સુધીનો કુલ મૃત્યુઆંક 25 થયો છે.
એલ.જી હોસ્પિટલમાં સારવાર કરતા ડોક્ટરોને પણ કોરોનાનો ચેપ લાગ્યો છે. જેને લઈને સરકારી કર્મચારીઓ વધુ સતર્ક સાથે ડરની લાગણી અનુભવી રહ્યા છે. (સતત સમાચારોની અપડેટ મેળવવા આપ અમને 9328282571 નંબર ઉપર “News” લખીને વોટ્સએપ મેસેજ કરો. આપની આસપાસ બનતી ઘટનાઓ પણ અમને ફોટો-વિડિયો કે લેખિત માહિતી દ્વારા મોકલાવો. આપ અમને ફેસબુકમાં પણ લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ફેસબુકમાં આપ અમને faceofnation.news નામથી સર્ચ કરી શકો છો)
https://youtu.be/iHUC3fFpgIE
કોરોનાના કેન્દ્ર અમદાવાદમાં આજે વધુ 143 કેસ, રાજ્યમાં કુલ 176
કોરોનાના કેન્દ્ર અમદાવાદમાં આજે વધુ 143 કેસ, રાજ્યમાં કુલ 176