Home News આવતીકાલથી અમદાવાદમાં બપોરે 12 વાગ્યા પછી બહાર નીકળ્યા તો પોલીસ કાર્યવાહી કરશે

આવતીકાલથી અમદાવાદમાં બપોરે 12 વાગ્યા પછી બહાર નીકળ્યા તો પોલીસ કાર્યવાહી કરશે

ફેસ ઓફ નેશન, 18-04-2020 : આવતીકાલ 19-04-2020ને રવિવારથી સમગ્ર અમદાવાદમાં 12 વાગ્યા પછી ઘર બહાર નીકળવા ઉપર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. સામાન્ય રીતે લોકડાઉન હોઈ બહાર નીકળવા ઉપર પ્રતિબંધ જ છે. પરંતુ દિવસ દરમ્યાન ગમે ત્યારે હવે ચીજવસ્તુઓ લેવા માટે નહીં નીકળી શકાય. શહેર પોલીસ દ્વારા આ અંગેની જાહેરાત પણ કરવામાં આવી રહી છે. અમદાવાદ પોલીસ દ્વારા સવારે 8 વાગ્યાથી 12 વાગ્યા સુધી લોકોને જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓ લાવવા માટે છૂટ આપવામાં આવી છે. 12 વાગ્યા પછી જે ઘર બહાર નીકળશે તેની વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
અમદાવાદમાં વધતા જતા કોરોનાના કેસોને લઈને કર્ફ્યુની તાતી જરૂરિયાત છે. તેવામાં પોલીસે લોકડાઉનનું પાલન કરાવવા નિયમો કડક કર્યા છે. રવિવારથી સવારે 8 થી 12 લોકો ઘર બહાર કામ માટે બહાર જઈ શકશે. 12 વાગ્યા બાદ જે કોઈ બહાર નીકળશે તેની વિરુદ્ધ કડક કાર્યવાહી કરીને ગુનો નોંધવામાં આવશે. આ અંગેની જાહેરાતો પણ કરવામાં આવી રહી છે. (સતત સમાચારોની અપડેટ મેળવવા આપ અમને 9328282571 નંબર ઉપર “News” લખીને વોટ્સએપ મેસેજ કરો. આપની આસપાસ બનતી ઘટનાઓ પણ અમને ફોટો-વિડિયો કે લેખિત માહિતી દ્વારા મોકલાવો. આપ અમને ફેસબુકમાં પણ લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ફેસબુકમાં આપ અમને faceofnation.news નામથી સર્ચ કરી શકો છો)

કોરોનાના કેન્દ્ર અમદાવાદમાં આજે વધુ 143 કેસ, રાજ્યમાં કુલ 176

કોરોનાના કેન્દ્ર અમદાવાદમાં આજે વધુ 143 કેસ, રાજ્યમાં કુલ 176