Home News CM વિજય રૂપાણીને કોરોના પોઝિટિવ હોવાની ફેસબુકમાં પોસ્ટ કરનાર સામે ગુનો નોંધાયો

CM વિજય રૂપાણીને કોરોના પોઝિટિવ હોવાની ફેસબુકમાં પોસ્ટ કરનાર સામે ગુનો નોંધાયો

ફેસ ઓફ નેશન, 18-04-2020 : અમદાવાદ સાયબર ક્રાઇમે સીએમ વિજય રૂપાણી અંગે ખોટી ફેલાવનાર સામે ગુનો નોંધ્યો છે. મહારાષ્ટ્રના ઔરંગાબાદના ફૈસલખાન યુસુફ ઝાઈ નામના ફેસબુક એકાઉન્ટમાં આ પોસ્ટ કરવામાં આવી હતી. આ પોસ્ટમાં જણાવવામાં આવ્યું હતું કે, ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. આવી ખોટી અફવા ફેલાવનાર સામે સાયબર ક્રાઇમે ગુનો દાખલ કરી તેની ધરપકડ કરવા ચક્રોગતિમાન કર્યા છે.
સાયબર ક્રાઇમના પીએસઆઈ કે.કે.મોદી સોશિયલ સાઇટ્સ ઉપર ફેલાતી અફવાઓને લઈને સોશિયલ સાઈટ્સોનું સર્વેલન્સ કરી રહ્યા હતા. તે દરમ્યાન તેઓને એક પોસ્ટ નજરે ચઢી હતી. જે પોસ્ટ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીને કોરોના ટેસ્ટ પોઝિટિવ થયા હોવાની હતી. આ અફવા ફેલાવનાર સામે તેઓએ ગુનો નોંધી જરૂરી પુરાવા એકત્ર કરી ફેસબુક એકાઉન્ટ ધારકની ધરપકડ કરવા ચક્રોગતિમાન કર્યા છે.
આજદિન સુધી ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો નથી. આ મામલે તંત્રએ કોઈ જાહેરાત પણ કરી નથી. તેમ છતાં કરવામાં આવેલી આ પોસ્ટ કે જેના દ્વારા માત્ર અફવા ફેલાવવામાં આવી રહી હતી. આ પોસ્ટ 15/04/2020ના રોજ ભયનું વાતાવરણ પેદા કરવાના ઈરાદાથી અને આવી અફવાથી શાંતિનો ભંગ થાય તેમ હોઈ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. (સતત સમાચારોની અપડેટ મેળવવા આપ અમને 9328282571 નંબર ઉપર “News” લખીને વોટ્સએપ મેસેજ કરો. આપની આસપાસ બનતી ઘટનાઓ પણ અમને ફોટો-વિડિયો કે લેખિત માહિતી દ્વારા મોકલાવો. આપ અમને ફેસબુકમાં પણ લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ફેસબુકમાં આપ અમને faceofnation.news નામથી સર્ચ કરી શકો છો)

કોરોનાના કેન્દ્ર અમદાવાદમાં આજે વધુ 143 કેસ, રાજ્યમાં કુલ 176

કોરોનાના કેન્દ્ર અમદાવાદમાં આજે વધુ 143 કેસ, રાજ્યમાં કુલ 176