Home News અમદાવાદમાં સતત કેસો વધી રહ્યા છે અને આરોગ્ય વિભાગ કહે છે, ગભરાવવાની...

અમદાવાદમાં સતત કેસો વધી રહ્યા છે અને આરોગ્ય વિભાગ કહે છે, ગભરાવવાની જરૂર નથી !

ફેસ ઓફ નેશન, 18-04-2020 : કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે. સમગ્ર વિશ્વ આ મહામારી સામે ઝઝૂમી રહ્યું છે. લોકો ઘરમાંથી બહાર નીકળતા ફફળી રહ્યા છે છતાં ગુજરાત સરકાર વધતા જતા કોરોના મામલે ચિંતિત ન હોય તેવું લાગી રહ્યું છે. આરોગ્ય અગ્ર સચિવ ડો.જયંતી રવિ રોજ કેસો વધવાની જાહેરાત કરે છે સાથે જ કહે છે કે, ગભરાવાની જરૂર નથી ! શું ખરેખર કેસો વધી રહ્યા હોય ત્યારે ગભરાવવાની જરૂર નથી ?
સરકાર કેમ આવી ઢીલી નીતિ અપનાવી રહી છે તે કાઈ ખબર પડી રહી નથી. પરંતુ વધતા જતા કેસો વચ્ચે છૂટછાટ કરતા કડક કફ્ર્યુ નાખી દેવાની તાતી જરૂરિયાત છે. જો આમ જ ચાલશે તો દિવસે દિવસે વકરતી જતી પરિસ્થિતિ હાથ બહાર જતી રહેશે તેવા દિવસો દૂર નહીં હોય. આરોગ્ય વિભાગના અગ્ર સચિવ સતત એમ કહી રહ્યા છે કે ગભરાવવાની જરૂર નથી ગભરાવાની જરૂર નથી. પરંતુ કેસો વધી રહ્યા છે તેવામાં કોઈ અસરકારક કામગીરી દેખાતી નથી. નવા વિસ્તારો પણ દિવસે દિવસે સામેલ થતા જાય છે અને કોરોના અસરગ્રસ્ત બની રહ્યા છે. તેવામાં સરકાર કડકાઈ દાખવે તે અત્યંત જરૂરી બની ગયું છે.
શહેર પોલીસના જવાનો, ડોકટરો, મેડિકલ સ્ટાફ પણ હવે કોરોનાની ઝપટે ચઢી રહ્યા છે તેવામાં ચિંતાજનક માહોલ ચોક્કસ છે. પરંતુ સરકાર કંઈક છુપાવી રહી હોવાનું પણ લાગી રહ્યું છે. આવી કામગીરી ક્યારેય કોરોનાને રોકવામાં સફળતા નહીં અપાવી શકે. રોડ ઉપર લોકો બિન્દાસ્ત બનીને નીકળી રહ્યા છે. વેપાર ઉદ્યોગોને હવે 20મીથી ખોલવાની તૈયારીઓ થઇ રહી છે અને સતત કેસો વધી રહ્યા હોવા છતાં ગભરાવવાની જરૂર નહીં હોવાનું આરોગ્ય ખાતું રટણ કરી રહ્યું છે તે કેટલું યોગ્ય છે ? (સતત સમાચારોની અપડેટ મેળવવા આપ અમને 9328282571 નંબર ઉપર “News” લખીને વોટ્સએપ મેસેજ કરો. આપની આસપાસ બનતી ઘટનાઓ પણ અમને ફોટો-વિડિયો કે લેખિત માહિતી દ્વારા મોકલાવો. આપ અમને ફેસબુકમાં પણ લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ફેસબુકમાં આપ અમને faceofnation.news નામથી સર્ચ કરી શકો છો)

કોરોનાના કેન્દ્ર અમદાવાદમાં આજે વધુ 143 કેસ, રાજ્યમાં કુલ 176

કોરોનાના કેન્દ્ર અમદાવાદમાં આજે વધુ 143 કેસ, રાજ્યમાં કુલ 176