ફેસ ઓફ નેશન, 19-04-2020 : ગુજરાત રાજ્ય પોલીસ વડા દ્વારા તમામ પોલીસ સ્ટેશનને લોકડાઉનનું કડક પાલન કરાવવાની સૂચના અપાઈ છે. સાથે જ આઇપીસી કલમ 188 હેઠળ જાહેરનામા ભંગના ગુના નોંધવાના પણ ટાર્ગેટ આપવામાં આવ્યા હોવાનું પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.
સમગ્ર રાજ્યમાં અમદાવાદમાં કોરોનાના કેસો સૌથી વધુ નોંધાયા છે. સાથે જ અમદાવાદના પોલીસ વિભાગમાં પણ દિવસે દિવસે પોઝિટિવ કેસો વધતા જઈ રહ્યા છે. આવા કેસોમાં મોટાભાગના કેસો એવા છે કે, જેમાં પોલીસ કર્મચારી ફરજ ઉપર હોય અથવા તો લોકડાઉનનો ભંગ કરનારને પકડીને લાવી હોય અને તેનાથી કોરોનાનો ચેપ લાગ્યો હોય. 188 હેઠળ ગુનો નોંધવાના અપાયેલા ટાર્ગેટ આજે પોલીસ માટે આફતરૂપ બની ગયા હોય તેવું લાગે છે. કાલુપુરમાં પોલીસ વિભાગમાં પ્રથમ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો હતો. ત્યારબાદ તેમાં વધારો થતા શાહપુર, રાણીપ, નવરંગપુરા, ગાયકવાડ હવેલી સહીતના પોલીસ સ્ટેશનોમાં પોઝિટિવ કર્મચારીઓ નોંધાયા છે.
188 કરવાની લ્હાયમાં પોલીસ કર્મચારીઓ સતત ભાગદોડ કરતા રહે છે પરિણામે કોરોના સંક્રમિત થવાનું જોખમ વધી જાય છે. હાલ અમદાવાદના અનેક પોલીસ કર્મચારીઓને ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. જે કર્મચારીને કોરોના પોઝિટિવ આવે તેની સાથે કામ કરતા અન્ય સ્ટાફને ક્વોરેન્ટાઇન કરવામાં આવે છે. જેને લઈને પોલીસ સ્ટેશનમાં સ્ટાફની પણ અછત સર્જાવવા લાગી છે. તેવામાં પોલીસ વિભાગની સતર્કતા જરૂરી છે. આવી મહામારી સમયે પોલીસ અધિકારી દ્વારા પણ ટાર્ગેટ આપવામાં ન આવે અને પોલીસ કર્મચારીઓ ઉપર થોડી નરમાઇ દાખવવામાં આવે તે જરૂરી બન્યું છે. (સતત સમાચારોની અપડેટ મેળવવા આપ અમને 9328282571 નંબર ઉપર “News” લખીને વોટ્સએપ મેસેજ કરો. આપની આસપાસ બનતી ઘટનાઓ પણ અમને ફોટો-વિડિયો કે લેખિત માહિતી દ્વારા મોકલાવો. આપ અમને ફેસબુકમાં પણ લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ફેસબુકમાં આપ અમને faceofnation.news નામથી સર્ચ કરી શકો છો)
Exclusive : વિશ્વના આ દેશોમાં કોરોનાને માત આપવા મહિલાઓ કરી રહી છે નેતૃત્વ
Exclusive : વિશ્વના આ દેશોમાં કોરોનાને માત આપવા મહિલાઓ કરી રહી છે નેતૃત્વ