ફેસ ઓફ નેશન, 19-04-2020 : રાણીપ પોલીસ સ્ટેશનના રાઇટરને કોરોના પોઝિટિવ આવતા અમદાવાદની સિવિલ હાસ્પિટલ ખાતે સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યા હતા. આ પોલીસ કર્મચારીને શાકભાજીની લારી વાળાથી કોરોનાનો ચેપ લાગ્યો હોવાનું અનુમાન છે. લોકડાઉનના નિયમોનો ભંગ કરી રહેલા લારીવાળાને પોલીસ સ્ટેશન લાવીને ગુનો નોંધ્યો હતો. જેને લઈને ગુનો નોંધનાર રાઈટરને કોરોનાનો ચેપ લાગ્યો હતો. જો કે તેને સારવાર હેઠળ દાખલ કરવામાં આવતા ત્યાં પૂરતી સારવાર ન અપાતી હોવાની માહિતી પ્રકાશમાં આવી છે.
હાલ અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહેલા પોલીસ કર્મચારીએ સવારે કંટ્રોલરૂમને ફોન કર્યો હતો. આ ફોન મારફતે તેમણે જણાવ્યું હતું કે, તેઓને જે વોર્ડમાં રાખવામાં આવેલા છે ત્યાં કોઈ બેડ ફાળવવામાં આવેલ નથી અને જમીન ઉપર પથારી આપવામાં આવી છે. વોર્ડમાં પંખાની પણ વ્યવસ્થા નથી. જેથી પોલીસે આ મામલાને ગંભીરતાથી લઈ તાત્કાલિક શહેર પોલીસ કમિશ્નરને જાણ કરી હોવાની માહિતી પોલીસ સૂત્રો પાસેથી મળી છે.
દિલ્હી ખાતે પોલીસને સ્પેશિયલ ડ્રેસ અપાયો છે. કોરોના ગ્રસ્ત વિસ્તારોમાં ફરજ બજાવતા તમામ પોલિસ કર્મચારીઓને આ રીતે ખાસ ડ્રેસથી સજ્જ કરવામાં આવ્યા છે. જો કે ગુજરાત પોલીસે પણ કોરોના અસરગ્રસ્ત વિસ્તારોમાં ચેકીંગ માટે ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓને આવા ડ્રેસ આપવાની જાહેરાત કરી છે. (સતત સમાચારોની અપડેટ મેળવવા આપ અમને 9328282571 નંબર ઉપર “News” લખીને વોટ્સએપ મેસેજ કરો. આપની આસપાસ બનતી ઘટનાઓ પણ અમને ફોટો-વિડિયો કે લેખિત માહિતી દ્વારા મોકલાવો. આપ અમને ફેસબુકમાં પણ લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ફેસબુકમાં આપ અમને faceofnation.news નામથી સર્ચ કરી શકો છો)
Exclusive : વિશ્વના આ દેશોમાં કોરોનાને માત આપવા મહિલાઓ કરી રહી છે નેતૃત્વ
વધી રહ્યા છે કોરોનાના કેસો, આજે રાજ્યમાં 228 કેસ નોંધાયા, અમદાવાદમાં 140