ફેસ ઓફ નેશન, 19-04-2020 : ખાડિયા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીને કોરોના પોઝિટિવ નોંધાયા બાદ તેને સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યો હતો. જો કે બાદમાં તેમની પત્ની અને અઢી વર્ષના બાળકને પણ ચેપ લગતા કોરોના પોઝિટિવ આવ્યો છે. જેને લઈને આ બંનેને પણ સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે.
થોડા સમય અગાઉ ખાડિયા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીને કોરોના પોઝિટિવ નોંધાયો હતો. ફરજ દરમ્યાન ચેપગ્રસ્ત વ્યક્તિના સંપર્કમાં આવતા તેમને કોરોનાનો ચેપ લાગ્યો હતો. જેને લઈને તેમને સારવાર આપવામાં આવી રહી છે. બીજી બાજુ તેમની પત્ની અને અઢી વર્ષના બાળકનો આજે ટેસ્ટ કરતા તે પણ પોઝિટિવ આવ્યો હતો. જેથી તેમને પણ હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યા છે. (સતત સમાચારોની અપડેટ મેળવવા આપ અમને 9328282571 નંબર ઉપર “News” લખીને વોટ્સએપ મેસેજ કરો. આપની આસપાસ બનતી ઘટનાઓ પણ અમને ફોટો-વિડિયો કે લેખિત માહિતી દ્વારા મોકલાવો. આપ અમને ફેસબુકમાં પણ લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ફેસબુકમાં આપ અમને faceofnation.news નામથી સર્ચ કરી શકો છો)
વધી રહ્યા છે કોરોનાના કેસો, આજે રાજ્યમાં 228 કેસ નોંધાયા, અમદાવાદમાં 140
188 હેઠળ ગુના નોંધવાના ટાર્ગેટ પાછળ પોલીસ કર્મીઓ કોરોનાના શિકાર બન્યા !