Home News અમદાવાદ : ફાયરબ્રિગેડના કર્મચારીને કોરોના પોઝિટિવ, નરોડા ફાયર સ્ટેશન સીલ કરાયું

અમદાવાદ : ફાયરબ્રિગેડના કર્મચારીને કોરોના પોઝિટિવ, નરોડા ફાયર સ્ટેશન સીલ કરાયું

ફેસ ઓફ નેશન, 19-04-2020 : રાજ્યમાં પ્રથમવાર અમદાવાદમાં ફાયરબ્રિગેડના જવાનને કોરોના પોઝિટિવ થયાનો કેસ નોંધાયો છે. જેને લઈને નરોડા ફાયર સ્ટેશનને સીલ કરી દેવામાં આવ્યું છે. શહેરમાં સૅનેટાઇઝેશન સહિતની કામગીરી કરતા ફાયર બ્રિગેડની સુરક્ષા માટે અનેક સવાલો ઉભા થયા હતા. સાથે જ તેમને કોઈ પેકેજ પણ આપવામાં ન આવતા સમગ્ર ફાયર વિભાગના કર્મચારીઓમાં નારાજગી હતી. તેવામાં ફાયરના કર્મચારીને પોઝિટિવ રિપોર્ટ આવતા સમગ્ર ફાયર સ્ટાફમાં ફફળાટ ફેલાયો છે.
નરોડા ફાયર સ્ટેશનમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા કર્મચારીનો કોરોના પોઝિટિવ આવ્યો હતો. જો કે તેમના પરિવારજનોને પણ ચેપ લાગ્યો હોવાનીસ શંકાએ તેમને હોમ ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. સાથે આ કર્મચારી સાથે કામ કરતા તમામને પણ હોમ ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. જેને લઈને સમગ્ર ફાયર સ્ટેશન સીલ કરી દેવામાં આવ્યું છે. આ કર્મચારીને કેવી રીતે કોરોનાનો ચેપ લાગ્યો તેની પણ તપાસ હાલ ચાલી રહી છે. (સતત સમાચારોની અપડેટ મેળવવા આપ અમને 9328282571 નંબર ઉપર “News” લખીને વોટ્સએપ મેસેજ કરો. આપની આસપાસ બનતી ઘટનાઓ પણ અમને ફોટો-વિડિયો કે લેખિત માહિતી દ્વારા મોકલાવો. આપ અમને ફેસબુકમાં પણ લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ફેસબુકમાં આપ અમને faceofnation.news નામથી સર્ચ કરી શકો છો)

વધી રહ્યા છે કોરોનાના કેસો, આજે રાજ્યમાં 228 કેસ નોંધાયા, અમદાવાદમાં 140

રાણીપ પોલીસ સ્ટેશનના કર્મચારીને જમીન ઉપર પથારી કરીને સારવાર અપાઈ રહી છે !