ફેસ ઓફ નેશન, 19-04-2020 : અમદાવાદમાં કોરોનાના કેસોનો આંક 1000થી વધી ગયો છે. સમગ્ર ગુજરાતમાં અમદાવાદમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. અમદાવાદ રાજ્યનું કોરોના કેન્દ્ર બની ગયું છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 239 કેસ પોઝિટિવ નોંધાયા છે. અત્યાર સુધી અમદાવાદમાં કુલ 1100 કેસ નોંધાયા છે. સતત વધતો જતો આંક ચિંતાજનક બની રહ્યો છે. આવતીકાલથી સરકાર ઉદ્યોગોને છૂટછાટ આપવાની વિચારણા કરી રહી હતી પરંતુ હવે એ પણ રદ્દ કરી છે. જેને લઈને હવે શહેરી વિસ્તારમાં કોઈ પણ પ્રકારના ઉદ્યોગો ચાલુ થશે નહીં.
આરોગ્ય અગ્ર સચિવ ડો.જયંતી રવિએ માહિતી આપતા જણાવ્યું છે કે, સવારે 10 વાગ્યાથી અત્યાર સુધી નવા 139 કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદમાં સૌથી વધુ 99 કેસ નોંધાયા છે. શનિવાર રાતથી અત્યાર સુધી કુલ 367 કેસ રાજ્યમાં નોંધાયા છે.
ત્રીજી મેના રોજ જ્યારે લોકડાઉન પૂર્ણ થશે ત્યારે દરેક શહેર, જિલ્લા અને રાજ્યમાં કેટલા એક્ટિવ ચેપગ્રસ્ત કેસો સામાન્ય જનતામાં ફરી રહ્યા છે તેના પરથી ફરી ઈન્ફેક્શન રેટ વધશે. ત્રીજી મે સુધીમાં સામેથી એક એક કેસ શોધીને સામાન્ય જનતામાંથી દૂર કરવાના છે. જેથી લોકાડાઉન બાદ વધનારા કેસોમાં પણ ઘટાડો કરી શકાશે. હાલના તબક્કે છેલ્લા બે ત્રણ દિવસથી ખૂબ વધુ કેસો આવી રહ્યા છે પણ હવે એકાદ દિવસ વધુમાં વધુ કેસ આવશે કારણ કે હોટસ્પોટ વિસ્તારમાંથી 90 ટકા શંકાસ્પદોના સેમ્પલ લઈ લેવામાં આવ્યા છે. હવે આ વિસ્તારોમાં કેસોમાં ઘટાડો જોવા મળશે. (સતત સમાચારોની અપડેટ મેળવવા આપ અમને 9328282571 નંબર ઉપર “News” લખીને વોટ્સએપ મેસેજ કરો. આપની આસપાસ બનતી ઘટનાઓ પણ અમને ફોટો-વિડિયો કે લેખિત માહિતી દ્વારા મોકલાવો. આપ અમને ફેસબુકમાં પણ લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ફેસબુકમાં આપ અમને faceofnation.news નામથી સર્ચ કરી શકો છો)
રાણીપ પોલીસ સ્ટેશનના કર્મચારીને જમીન ઉપર પથારી કરીને સારવાર અપાઈ રહી છે !
રાણીપ પોલીસ સ્ટેશનના કર્મચારીને જમીન ઉપર પથારી કરીને સારવાર અપાઈ રહી છે !