ફેસ ઓફ નેશન, 20-04-2020 : અમેરિકન ગૃહના અધ્યક્ષ નેન્સી પેલોસીએ કહ્યું છે કે, રાષ્ટ્રપતિ ટ્રમ્પ કોરોના વાયરસને લઈને અમેરિકાને વધુ જોખમમાં મુકશે. નેન્સીએ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ક્રિયાઓ અને કોરોના વાયરસ સાર્વજનિક સ્વાસ્થ્ય સંકટ વિરુદ્ધ ચેતવણી આપી હતી. તેઓએ ભારપૂર્વક કહ્યું હતું કે તેમનો સંદેશ યુ.એસ.ને વધુ ભયમાં લાવી શકે છે.
એક ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં નેન્સી પેલોસીએ કહ્યું છે કે, ટ્રમ્પ ખોટા આધાર પર કાર્યવાહી કરવાનું ચાલુ રાખશે તો આપણે વધુ જોખમમાં મુકાઈ શકીએ તેમ છીએ. ફેબ્રુઆરીમાં કટોકટીની શરૂઆત વખતે ટ્રમ્પની ટિપ્પણીનો પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો, જ્યારે ટ્રમ્પએ પત્રકારોને કહ્યું હતું કે કોરોના વાયરસ “ચમત્કાર” ની જેમ “અદૃશ્ય થઈ જશે” અને તે “દૂર થઈ જશે.” (સતત સમાચારોની અપડેટ મેળવવા આપ અમને 9328282571 નંબર ઉપર “News” લખીને વોટ્સએપ મેસેજ કરો. આપની આસપાસ બનતી ઘટનાઓ પણ અમને ફોટો-વિડિયો કે લેખિત માહિતી દ્વારા મોકલાવો. આપ અમને ફેસબુકમાં પણ લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ફેસબુકમાં આપ અમને faceofnation.news નામથી સર્ચ કરી શકો છો)
ગુજરાતમાં સૌથી વધુ કેસ સાથે અમદાવાદે કોરોનાના કેસોનો 1000નો આંકડો વટાવ્યો
ગુજરાતમાં સૌથી વધુ કેસ સાથે અમદાવાદે કોરોનાના કેસોનો 1000નો આંકડો વટાવ્યો