Home News અમદાવાદ : 1200 બેડની હોસ્પિટલ ફુલ થઇ રહી છે !, દર્દીઓની સારવારમાં...

અમદાવાદ : 1200 બેડની હોસ્પિટલ ફુલ થઇ રહી છે !, દર્દીઓની સારવારમાં લાલીયાવાડી, જુઓ Video

ફેસ ઓફ નેશન, 20-04-2020 : અમદાવાદમાં કોરોનાના કેસો વધતા જઈ રહ્યા છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલનો ગઈકાલે એક વિડીયો વાયરલ થયો હતો. આ વીડિયોમાં આશરે 25થી વધુ લોકો સારવાર માટે તંત્રને કરગરી રહ્યા હોવા છતાં તેમને હોસ્પિટલની બહાર કલાકો સુધી ઉભા રાખવામાં આવ્યાની ઘટના પ્રકાશમાં આવી છે. સાથે જ ગઈકાલે એક પોલીસ કર્મચારીને પણ બેડ ન આપીને જમીન ઉપર પથારી કરી આપવાનો મામલો ખુબ જ ચર્ચાસ્પદ બનતા જોઈન્ટ પોલીસ કમિશનરની મધ્યસ્થી બાદ સુવિધાઓ પુરી પાડવામાં આવી હતી. ગઈકાલે પણ એક વિડીયો વાયરલ થયો હતો જેમાં કોરોનાગ્રસ્ત લોકોને હોસ્પિટલના કર્મચારીઓ દ્વારા વોર્ડમાં જગ્યા ન હોવાનું જણાવવામાં આવ્યું હોવાનો એકરાર કરવામાં આવ્યો હતો. તેવામાં પ્રશ્ન થાય છે કે, શું 1200 બેડની કોરોના હોસ્પિટલ ફુલ થઇ ગઈ છે ? કે પછી તંત્ર દર્દીઓની સારવાર માટે બેદરકાર છે ?
ગુજરાતમાં સૌથી વધુ કોરોનાના કેસો અમદવાદમાં નોંધાઈ રહ્યા છે. જો કે આ કેસોમાં હવે ડોકટરો અને મેડિકલ સ્ટાફ સહીત પોલીસ કર્મચારીઓ પણ સપડાઈ રહ્યા છે. તેવામાં ડોકટરો અને મેડિકલ સ્ટાફમાં ફફળાટ પણ જોવા મળી રહ્યો છે. પરંતુ ફરજ હોવાથી કોઈ ખુલીને કઈ બોલવા તૈયાર નથી. અમદાવાદમાં કોરોનાના વધતા જતા કેસોની પરિસ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર દ્વારા જુદી જુદી હોસ્પિટલમાં કોરોનાના બેડ તૈયાર કરવામાં આવ્યા છે. જેમાંથી 1200 બેડની હોસ્પિટલ ફક્તઆ અસારવા ખાતે આવેલી સિવિલમાં ઉભી કરાઈ છે. તેમ છતાં દર્દીઓને સારવાર માટે વેઇટિંગમાં ઉભું રહેવાનો વારો આવ્યો છે.
ગઈકાલે વાયરલ થયેલા વીડિયોમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, કોરોના પોઝિટિવ લોકોને કલાકો સુધી બહાર રાખવામાં આવ્યા હતા. તેમને સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરવામાં આવ્યું હતું. આ વીડિયોમાં લોકોએ આક્ષેપ કર્યો હતો કે, વોર્ડોમાં જગ્યા ન હોવાનું તંત્રના કર્મચારીઓ કહી રહ્યા છે. જો ખરેખર આવી સ્થિતિ હોય તો આ ઘણી ગંભીર બાબત કહી શકાય. 25 જેટલા લોકો ગઈકાલે બપોરે 3 વાગ્યાથી બેસાડી રાખવામાં આવ્યા હતા. કેસ કાઢવા માટે એક જ વ્યક્તિ હોવાનો પણ આ વીડિયોમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો.
વધતી જતી ફરિયાદો અને તંત્રની બેદરકારી ચાડી ખાઈ રહ્યું છે કે, હોસ્પિટલો હવે ફુલ થઈ રહી છે. લોકોને સારવાર આપવામાં બેદરકારી દાખવવામાં આવી રહી છે. તેવામાં આ મામલે તંત્ર જાગૃત બને તે અત્યંત જરૂરી બન્યું છે. (સતત સમાચારોની અપડેટ મેળવવા આપ અમને 9328282571 નંબર ઉપર “News” લખીને વોટ્સએપ મેસેજ કરો. આપની આસપાસ બનતી ઘટનાઓ પણ અમને ફોટો-વિડિયો કે લેખિત માહિતી દ્વારા મોકલાવો. આપ અમને ફેસબુકમાં પણ લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ફેસબુકમાં આપ અમને faceofnation.news નામથી સર્ચ કરી શકો છો)

https://youtu.be/POPhTMzs2bo

ગુજરાતમાં સૌથી વધુ કેસ સાથે અમદાવાદે કોરોનાના કેસોનો 1000નો આંકડો વટાવ્યો

અમદાવાદ : ખાડીયા પોલીસ સ્ટેશનના પીઆઇ સોલંકીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ