ફેસ ઓફ નેશન, (રાકેશ શર્મા) 20-04-2020 : લોકડાઉનમાં અનેક કિસ્સાઓ એવા બની રહ્યા છે જે હચમચાવી નાખે તેવા હોય છે. ગરીબ લોકો માટે કપરી પરિસ્થિતિ સર્જાઈ છે ત્યારે બનાસકાંઠાના અંબાજીમાં એક વૃદ્ધ ખેડૂત ચાલતા બે દિવસે બેંકમાં પહોંચ્યા હતા. આ વૃદ્ધ પોતાના પેન્શનના 750 રૂપિયા લેવા 22 કી.મી ચાલીને અંબાજી પહોંચ્યા હતા.
હાલ સમગ્ર વિશ્વ અને ભારત દેશ કોરોના સામે લડી રહ્યો છે ત્યારે તમામ રાજ્યો, શહેરો અને ગામો 3 મે સુધી લોક ડાઉન છે. આવી સ્થિતિમાં ગરીબો માટે અને મધ્યમ વર્ગ માટે જીવન જીવવું ભારે થઇ પડ્યું છે.
પાલનપુરના એક ગરીબ પરિવારનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. દાંતાના કેશરપુરા ખાતે રહેતા એક વૃદ્ધે પેન્શન યોજનાના 750 રૂપિયા લેવા માટે સતત 22 કી.મી ચાલીને આવવુ પડ્યું હતુ. આ ખેડુતના પેન્શનના નાણાં અંબાજી ખાતે આવેલી એસબીઆઈ બેંકમાં જમા થાય છે. જેથી બનાસકાંઠાના કેશરપુરાથી 22 કિમિ દૂર આવેલી અંબાજીની એસબીઆઈ બ્રાન્ચ સુધી તેઓએ ચાલતા જઈને આ રકમ મેળવવી પડી હતી. જો કે બાદમાં અંબાજી એસબીઆઈના મેનેજર અને સી એસ પી સેન્ટરના ગિરીશ ભાઈ દ્વારા આ વૃદ્ધ ખેડૂતને ઘર સુધી પહોંચાડવાની જવાબદારી સ્વીકારી તેમને ઘર સુધી પહોંચાડ્યા હતા.
દાંતના હડાદ પાસે આવેલા કેશરપુરા ખાતે 81 વર્ષીય વૃદ્ધ વનાભાઈ પનાભાઇ ગમાર પત્ની સાથે રહે છે અને ખેતીવાડી કરી પોતાના ઘરનું ગુજરાન ચલાવે છે. હાલમાં તેમની મુખ્ય આવક માત્ર દર મહિને આવતી વૃદ્ધ પેંશન યોજનાના માસીક 750 રૂપિયા છે. આ ખેડૂતની હાલત એટલી ખરાબ છે કે, હવે તેઓ આટલી ઉમરમાં ખેતી કરી શકતા નથી એટલે તેમને દર માસે પોતાની વૃદ્ધ પેંશન યોજનાના 750 રૂપિયા લેવા બસ અને ખાનગી વાહન દ્વારા અંબાજી આવવું પડે છે. જો કે હાલમાં લોકડાઉનને કારણે બસો અને ખાનગી વાહનો બંધ હોઈ આ ખેડૂત પોતાના કેશરપુરા ગામ થી સતત બે દિવસે ચાલતા અંબાજી આવી પહોંચ્યા હતા. બાદમાં તેમણે એસબીઆઈ બેંક અંબાજીના કસ્ટમર સર્વિસ સેન્ટર પર રોયલ હોટલ ઉપર બીજા માળે આવી પોતાના 750 રૂપિયા મેળવ્યા હતા. અહીં હાજર ગીરીશભાઈ ભંભાણી અને પ્રવીણ ભાઈ પરમાર દ્વારા આ ખેડૂતને ચા અને નાસ્તો કરાવીને સારો આવકાર આપવામાં આવ્યો હતો. બાદમાં એસબીઆઈ બેંકના મેનેજર અનુપમ ચારણ દ્વારા આ ગરીબ ખેડૂતને ખાનગી દાતા પાસેથી બે અનાજ કીટ પણ આપવામાં આવી હતી અને ત્યારબાદ આ ખેડૂતના ઘરે 22 કીમી દૂર કેશરપુરા ખાતે ગાડી કરી મૂકીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતુ. (સતત સમાચારોની અપડેટ મેળવવા આપ અમને 9328282571 નંબર ઉપર “News” લખીને વોટ્સએપ મેસેજ કરો. આપની આસપાસ બનતી ઘટનાઓ પણ અમને ફોટો-વિડિયો કે લેખિત માહિતી દ્વારા મોકલાવો. આપ અમને ફેસબુકમાં પણ લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ફેસબુકમાં આપ અમને faceofnation.news નામથી સર્ચ કરી શકો છો)
અમદાવાદ : ખાડીયા પોલીસ સ્ટેશનના પીઆઇ સોલંકીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ
અમદાવાદ : ખાડીયા પોલીસ સ્ટેશનના પીઆઇ સોલંકીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ