ફેસ ઓફ નેશન, 20-04-2020 : અમદાવાદના અસારવા ચકલા પાસે રહેતા અને મેલેરિયા વિભાગમાં નોકરી કરતા એક વ્યક્તિનો ગઈકાલે રવિવારે કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આજે સવારે આ વાતને 13 કલાક જેટલો સમય વીતી ગયો હોવા છતાં આ વ્યક્તિને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો નહોતો. જો કે આ વ્યક્તિ બીજો કોઈ નહીં પરંતુ અમદાવાદના પુર્વ મેયર કાનજી ઠાકોરના જમાઈ હતા. જો તેમની આ સ્થિતિ હોય તો આમ નાગરિકનું શું ? તે એક સવાલ છે. દિવસે દિવસે તંત્રની ગંભીર બેદરકારીઓ છતી થઈ રહી છે ત્યારે કોરોનાની સારવાર મામલે આજે વધુ એક બેદરકારી પ્રકાશમાં આવી છે. કાનજી ઠાકોર છેલ્લા ઘણા દિવસોથી જમાઈ અને દીકરી સહિતના પરિવારજનોના સંપર્કમાં હતા. જેથી તેઓને પણ હવે હોમ ક્વોરેન્ટાઇન કરવામાં આવશે.
અસારવા ચકલા નજીક રહેતા વિષ્ણુભાઈ નામના સરકારી કર્મચારીને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. રવિવારે રાત્રે આ રિપોર્ટની જાહેરાત થઇ ચુકી હતી. તેમ છતાં આ વ્યક્તિને સારવાર માટે ખસેડવામાં આવ્યા ન હતા. જો કે સત્તાવાર રીતે તેમને કોઈએ જાણ પણ કરી નહોતી તેથી તે આજે સોમવારે સવારે નોકરી જવા નીકળ્યા હતા અને સરકારી ઓફિસે પહોંચ્યા હતા. જ્યાં હાજર અધિકારીએ તેને કોરોના પોઝિટિવ હોવાથી ઘરે જતા રહેવા જણાવ્યું હતું. જો કે ઘરે પરત ફર્યા બાદ તેમના સસરા અને પૂર્વ મેયર એવા કાનાજી ઠાકોરે તંત્રને જાણ કરી હતી. જેથી તંત્રએ તાત્કાલિક એમ્બ્યુલન્સ મોકલી તેમને સારવાર હેઠળ ખસેડ્યા હતા. (સતત સમાચારોની અપડેટ મેળવવા આપ અમને 9328282571 નંબર ઉપર “News” લખીને વોટ્સએપ મેસેજ કરો. આપની આસપાસ બનતી ઘટનાઓ પણ અમને ફોટો-વિડિયો કે લેખિત માહિતી દ્વારા મોકલાવો. આપ અમને ફેસબુકમાં પણ લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ફેસબુકમાં આપ અમને faceofnation.news નામથી સર્ચ કરી શકો છો)
અમદાવાદ : ખાડીયા પોલીસ સ્ટેશનના પીઆઇ સોલંકીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ
અમદાવાદ : ખાડીયા પોલીસ સ્ટેશનના પીઆઇ સોલંકીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ