ફેસ ઓફ નેશન, 20-04-2020 : અમદાવાદ મહાનગર પાલિકા સંપૂર્ણ રીતે સજ્જ છે. કોઈએ ગભરાવવાની જરૂર નથી પરંતુ 3 મેએ લોકડાઉન ખુલશે ત્યારે લોકોની કાર્યશૈલી ઉપર એ બાબત આધાર રાખે છે કે કોરોનામાં વધારો થશે કે ઘટાડો થશે. લોકડાઉનની સ્થિતિ કોરોનાની સ્થિતિ નક્કી કરશે.
આગામી 14 દિવસનો ઉપયોગ યોગ્ય રીતે નહીં કરવામાં આવે અને લોકો લોકડાઉનનું પાલન નહીં કરે તો સ્થિતિ બગડતી જશે અને સતત કેસો વધતા જશે. હાલ લોકો લોકડાઉનનું કડક પાલન કરે તે જરૂરી છે. તમામ લોકોએ આ મામલે ગંભીરતા દાખવી તંત્રનો સાથ સહકાર કરવો જરૂરી છે. આજે સવારે 91 વધુ કેસો નોંધાયા છે જેથી કુલ કેસોની સંખ્યા 1168 નોંધાઈ છે. જેમાં મધ્ય ઝોનમાં 61, દક્ષિણ ઝોનમાં 13, ઉત્તર ઝોનમાં 6, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 2, પશ્ચિમ ઝોનમાં 2, ઉત્તર પશ્ચિમ ઝોનમાં 1, પૂર્વ ઝોનમાં 6 કેસ નોંધાયા છે. (સતત સમાચારોની અપડેટ મેળવવા આપ અમને 9328282571 નંબર ઉપર “News” લખીને વોટ્સએપ મેસેજ કરો. આપની આસપાસ બનતી ઘટનાઓ પણ અમને ફોટો-વિડિયો કે લેખિત માહિતી દ્વારા મોકલાવો. આપ અમને ફેસબુકમાં પણ લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ફેસબુકમાં આપ અમને faceofnation.news નામથી સર્ચ કરી શકો છો)