Home News કોરોના ચેકપોસ્ટ ઉપર ફરજ બજાવતા મેડિકલ ઓફિસર અને દરિયાપુરમાં પોલીસ કર્મીનો રિપોર્ટ...

કોરોના ચેકપોસ્ટ ઉપર ફરજ બજાવતા મેડિકલ ઓફિસર અને દરિયાપુરમાં પોલીસ કર્મીનો રિપોર્ટ પોઝિટિવ

ફેસ ઓફ નેશન, 20-04-2020 : કોરોનાના કેસો અમદાવાદમાં સતત વધી રહ્યા છે. જેનો ભોગ ડોક્ટર, મેડિકલ સ્ટાફ અને પોલીસ કર્મચારીઓ બની રહ્યા છે. આજે પ્રેમદરવાજા ખાતે ઉભી કરવામાં આવેલી કોરોના ચેકપોસ્ટ ઉપર ફરજ બજાવતા મેડિકલ ઓફિસરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાની માહિતી મળી છે. દરિયાપુર પોલીસ સ્ટેશનમાં પણ પોલીસ કર્મચારીનો રિપોર્ટ આજે પોઝિટિવ આવ્યો હોવાની માહિતી મળી છે.
દરિયાપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કીસવતસિંહ રાઠોડનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ફરજ દરમ્યાન તેમને ચેપ લાગ્યો હોવાનું માનવામાં આવી રહ્યુ છે. જો કે તેમનામાં કોઈ લક્ષણો જણાઈ આવતા ન હોવા છતાં રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બીજી બાજુ પ્રેમ દરવાજા ચેકપોસ્ટ ઉપર ફરજ બજાવતા મેડિકલ ઓફિસર કે જેઓ આવતા જતા લોકોનું થર્મલ ચેકીંગ કરી રહ્યા હતા. તેમને પણ ચેપ લાગતા કોરોના પોઝિટિવ આવ્યો છે. હાલ આ બંનેને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હોવાની માહિતી મળી છે. (સતત સમાચારોની અપડેટ મેળવવા આપ અમને 9328282571 નંબર ઉપર “News” લખીને વોટ્સએપ મેસેજ કરો. આપની આસપાસ બનતી ઘટનાઓ પણ અમને ફોટો-વિડિયો કે લેખિત માહિતી દ્વારા મોકલાવો. આપ અમને ફેસબુકમાં પણ લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ફેસબુકમાં આપ અમને faceofnation.news નામથી સર્ચ કરી શકો છો)

અમદાવાદ : ખાડીયા પોલીસ સ્ટેશનના પીઆઇ સોલંકીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

અમદાવાદ : ખાડીયા પોલીસ સ્ટેશનના પીઆઇ સોલંકીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ