Home News પાલઘરની ઘટના મામલે સાધુ સમાજ લાલઘૂમ, મુખ્યમંત્રીના નિવાસ સ્થાને ઘેરાવો થશે :...

પાલઘરની ઘટના મામલે સાધુ સમાજ લાલઘૂમ, મુખ્યમંત્રીના નિવાસ સ્થાને ઘેરાવો થશે : જ્યોતીર્નાથ, Video

ફેસ ઓફ નેશન, 20-04-2020 : મુંબઈના પાલઘરમાં મોબ લિન્ચિંગનો કિસ્સો બહાર આવ્યો હતો. ગ્રામવાસીઓએ ચોર સમજીને બે સાધુઓ અને તેમના ડ્રાઈવરને પોલીસની હાજરીમાં ઢોરમાર મારીને જીવ લીધો હતો, જે પછી કાસા પોલીસના વાહન પર પણ હુમલો બોલાવ્યો હતો. મૃતક બે સાધુઓ અને તેમના ડ્રાઈવર પોતાની ઈકો કારમાં પ્રવાસ કરી રહ્યા હતા. આ દરમિયાન ત્રણેયને ગડચિંચલે ભાગના કેટલાક ગ્રામવાસીઓએ પકડી પાડ્યા હતા. તેમને ચોર સમજીને મારપીટ કરવાની શરૂઆત કરી હતી. એ પછી કાસા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ત્રણેયને બચાવવાનો પ્રયત્ન કર્યો હતો. આથી ટોળાએ ગુસ્સામાં પોલીસનું વાહન પણ તોડી નાખ્યું હતું. ટોળા દ્વારા કરવામાં આવેલી મારપીટમાં ત્રણેયનાં મૃત્યુ થયાં હતાં.
ગુરુની સમાધિનું કાર્ય પતાવીને પાછા ફરતા ગિરી સંપ્રદાયના સાધુઓ સાથે ખુબ જ દુઃખદ ઘટના ઘટી હતી. ગુરુ શિષ્ય અને તેમના ડ્રાઈવરને ચોર સમજીને ગામવાસીઓએ મારીને મોતને ઘાટ ઉતારી દીધા હતા. આ સમગ્ર બનાવને લઈને સાધુ સમાજ લાલઘૂમ થયો છે. લોકડાઉન પૂરું થતાની સાથે જ ઉગ્ર આંદોલન કરવાની સાથે મહારાષ્ટ્રના મુખ્યમંત્રીના ઘરે ઘેરાવો કરવામાં આવશે અને જરૂર પડે તે ગામનો પણ ઘેરાવો કરવામાં આવશે તેવી ચીમકી આપવામાં આવી છે. (સતત સમાચારોની અપડેટ મેળવવા આપ અમને 9328282571 નંબર ઉપર “News” લખીને વોટ્સએપ મેસેજ કરો. આપની આસપાસ બનતી ઘટનાઓ પણ અમને ફોટો-વિડિયો કે લેખિત માહિતી દ્વારા મોકલાવો. આપ અમને ફેસબુકમાં પણ લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ફેસબુકમાં આપ અમને faceofnation.news નામથી સર્ચ કરી શકો છો)

https://youtu.be/yso–q6HVug

અમદાવાદ : ખાડીયા પોલીસ સ્ટેશનના પીઆઇ સોલંકીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

અમદાવાદ : ખાડીયા પોલીસ સ્ટેશનના પીઆઇ સોલંકીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ