ફેસ ઓફ નેશન, 21-04-2020 : અમદાવાદમાં કોરોનાના સૌથી વધુ કેસો નોંધાયા છે. જેમાં બાળકોથી માંડીને વૃદ્ધો સુધી સૌ કોઈનો સમાવેશ થાય છે. જો કે આ આંકડા જોઈએ તો 4 મહિનાથી લઈને 10 વર્ષ સુધીના કુલ 29 બાળકો અત્યાર સુધી કોરોના ગ્રસ્ત થયા છે. જેમાં સૌ પ્રથમ 7 વર્ષની બાળકીનો તારીખ 01/04/2020ના રોજ કોરોના ટેસ્ટ પોઝિટિવ નોંધાયો હતો. ત્યારબાદ બાળકોમાં વધતા જતા આંકડા 29એ પહોંચ્યા હતા. જેમાં 18 બાળકીઓ અને 11 બાળકોનો સમાવેશ થાય છે.
તારીખ 19/04/2020ના રોજ નરોડાના માત્ર 4 મહિનાના બાળકને કોરોનાનો ટેસ્ટ પોઝિટિવ આવતા તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. કોરોનાના લક્ષણો બાળકોમાં લોકલ ટ્રાન્સમિશનથી આવ્યા હોવાનું મનાય છે. એક વર્ષની બે બાળકીઓ, બે વર્ષના એક બાળક અને એક બાળકીને પણ કોરોનાનો ચેપ લાગ્યો છે. અત્યાર સુધી અમદાવાદમાં નોંધાયેલા કુલ 1248 કેસોમાંથી 29 બાળકો જ છે. કે જેઓ 4 મહિનાથી 10 વર્ષ સુધીના છે. હાલ આ બાળકોને સારવાર આપવામાં આવી રહી છે. (સતત સમાચારોની અપડેટ મેળવવા આપ અમને 9328282571 નંબર ઉપર “News” લખીને વોટ્સએપ મેસેજ કરો. આપની આસપાસ બનતી ઘટનાઓ પણ અમને ફોટો-વિડિયો કે લેખિત માહિતી દ્વારા મોકલાવો. આપ અમને ફેસબુકમાં પણ લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ફેસબુકમાં આપ અમને faceofnation.news નામથી સર્ચ કરી શકો છો)
અમદાવાદ : ખાડીયા પોલીસ સ્ટેશનના પીઆઇ સોલંકીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ
અમદાવાદ : 1200 બેડની હોસ્પિટલ ફુલ થઇ રહી છે !, દર્દીઓની સારવારમાં લાલીયાવાડી, જુઓ Video