ફેસ ઓફ નેશન, 21-04-2020 : આબુમાં આવેલી દેલવાડા પોલીસ ચોકી પાસે રસ્તા ઉપર બે રીંછ ફરતા હોવાનો વિડિયો વાયરલ થયો છે. આ ચોકીમાં પોલીસ જવાનો હાજર હતા તે સમયે બહાર રસ્તા ઉપર બે રીંછ જોવા મળ્યા હતા. લોકડાઉન દરમ્યાન રસ્તાઓ સુમસામ હોવાથી જંગલ વિસ્તારમાંથી પ્રાણીઓ બહાર આવી રહ્યા છે. થોડા સમય અગાઉ જ ગાંધીનગરના કોલવડા ગમે દીપડો એક કોલેજમાં ઘુસી ગયો હોવાની ઘટના બની હતી.
માઉન્ટ આબુ રોડ ઉપર આવેલી દેલવાડા પોલીસ ચોકી બહાર બે રીંછ દેખાતા સ્થાનિકોમાં ભારે કુતુહુલ સર્જાયું હતું. જો કે આબુમાં અવારનવાર રીંછ દેખાતા હોવાની ઘટના બને છે. પરંતુ જાહેર રોડ ઉપર એક સાથે બે રીંછ આવ્યા હોઈ લોકો કુતુહલવશ જોવા અગાશીમાં આવી ગયા હતા. સ્થાનિકે આ ક્ષણને કેમેરામાં કેદ કરી લીધી હતી. (સતત સમાચારોની અપડેટ મેળવવા આપ અમને 9328282571 નંબર ઉપર “News” લખીને વોટ્સએપ મેસેજ કરો. આપની આસપાસ બનતી ઘટનાઓ પણ અમને ફોટો-વિડિયો કે લેખિત માહિતી દ્વારા મોકલાવો. આપ અમને ફેસબુકમાં પણ લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ફેસબુકમાં આપ અમને faceofnation.news નામથી સર્ચ કરી શકો છો)
https://youtu.be/wWDX_wZzL8Q
અમદાવાદ : ખાડીયા પોલીસ સ્ટેશનના પીઆઇ સોલંકીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ
અમદાવાદ : ખાડીયા પોલીસ સ્ટેશનના પીઆઇ સોલંકીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ