સુરતના ડુમસ બીચ અને ગોલ્ડન બીચ બંધ કરાયા
Face of nation :ગુજરાત પર વાવાઝોડાના તોળાતા ખતરા સામે સરકારે આગોતરા પગલા ભર્યા છે…તે સાથે સાવધાની વર્તીને સુરતના ડુમસ બીચ અને ગોલ્ડન બીચ બંધ કરાયા છે. સાવધાનીરૂપે આ બંને બીચ આગામી તા. 15 સુધી બંધ રહેશે।.તો રાજકોટ મ્યુનિસિપલ કમિશનર તરફથી શાળા કૉલેજો બંધ રાખવા આદેશ આપવામાં આવ્યો છે.તે સાથે જ તંત્રએ સતર્કતા વર્તીને સ્થળાતંરની કાર્યવાહી પણ આરંભી દીધી છે..મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ બુધવારે કેબિનેટમાં ફક્ત વાવાઝોડા પર ચર્ચા કરવામાં આવશે તેમ જણાવ્યું છે…તે સાથે જ વિજય રૂપાણીએ વધુમાં જણાવ્યું હતું કે વહિવટી તંત્ર તમામ કોઈપણ પરીસ્થિતિને પહોંચી વળવા માટે તૈયાર છે.