ફેસ ઓફ નેશન, 21-04-2020 : અમદાવાદની એલ.જી હોસ્પિટલમાં કોરોના વોર્ડોમાં અને જુદી જુદી નિયુક્ત કરેલ જગ્યાઓ ઉપર ફરજ બજાવતા સ્ટાફના લોકોએ આજે તંત્ર સામે વિરોધ વ્યક્ત કર્યો છે. આ કર્મચારીઓનો આક્ષેપ છે કે, કુલ 300 લોકો કામ કરે છે. જેમાંથી 21 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. છતાં તંત્ર અન્ય લોકોના ટેસ્ટ કરાઈ રહ્યું નથી. કોરોના સામે લડતા આ કોરોના ફાઇટર્સએ આજે વિડીયો થકી પોતાની માંગ જાહેર કરી છે.
એલ.જી.હોસ્પિટલના કર્મચારીઓએ આજે એક વિડીયો વાયરલ કર્યો છે. જેના મારફતે તેઓએ જણાવ્યું છે કે, “અમે નર્સીંગ સ્ટાફ છીએ. 300નો સ્ટાફ છે. જેમાંથી 21 સાથીઓ પોઝિટિવ આવ્યા છે. બાકીના સ્ટાફને પણ કોરોનાનો ટેસ્ટ કરાવવાનો હોવાથી અમે અમારી રજુઆત સત્તાધીશોને કરેલી છે. પરંતુ કોઈ સત્તાધીશો અમારી રજુઆત સાંભળી રહ્યા નથી. ધક્કા ખવડાવે છે અને અમને ટેસ્ટ કરી આપવાની ના પાડવામાં આવી છે.” (સતત સમાચારોની અપડેટ મેળવવા આપ અમને 9328282571 નંબર ઉપર “News” લખીને વોટ્સએપ મેસેજ કરો. આપની આસપાસ બનતી ઘટનાઓ પણ અમને ફોટો-વિડિયો કે લેખિત માહિતી દ્વારા મોકલાવો. આપ અમને ફેસબુકમાં પણ લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ફેસબુકમાં આપ અમને faceofnation.news નામથી સર્ચ કરી શકો છો)
https://youtu.be/GsOKnanMHhY
અમદાવાદમાં 4 મહિનાથી લઈને 10 વર્ષ સુધીના 29 બાળકો કોરોનાગ્રસ્ત
અમદાવાદ : 1200 બેડની હોસ્પિટલ ફુલ થઇ રહી છે !, દર્દીઓની સારવારમાં લાલીયાવાડી, જુઓ Video