Home Religion વર્ષો પછી પ્રથમવાર જગન્નાથજી રથયાત્રાની ચંદનયાત્રામાં માત્ર 5 લોકો જોડાશે

વર્ષો પછી પ્રથમવાર જગન્નાથજી રથયાત્રાની ચંદનયાત્રામાં માત્ર 5 લોકો જોડાશે

ફેસ ઓફ નેશન, 21-04-2020 : અમદાવાદના જમાલપુરમાં આવેલા ભગવાન જગન્નાથજીની 143મી રથયાત્રા જુન માસમાં નીકળશે. પરંતુ તે પહેલા અખાત્રીજના દિવસે સવારે 9 કલાકે રથયાત્રાની પ્રથમ પૂજા વિધિ મંદિરના પૂજારીના હસ્તે કરવામાં આવે છે.
પરંપરાગત રીતે અખાત્રીજથી જ રથયાત્રાની તૈયારીઓ શરૂ થઇ જાય છે. અખાત્રીજે યોજાતી આ પુજાને ચંદનયાત્રા કહેવામાં આવે છે. જેમાં મંદિરના ત્રણેય રથની વિધિવત પુજા કરવામાં આવે છે. આ પુજામાં મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ હાજર રહે છે. પરંતુ આ વર્ષે લોકડાઉન અને કોરોનાના કેર વચ્ચે માત્ર પાંચ લોકોની હાજરીમાં આ પુજાવિધિ પૂર્ણ કરવામાં આવશે.
અખાત્રીજે યોજાનારી પૂજા પહેલા રથના પૈડાની ચકાસણી અને રથની સાફ સફાઇ પણ કરવામાં આવશે. આ વખતે અખાત્રીજના દિવસે લોકડાઉન હોવાથી કોઈ આ પુજામાં જોડાઈ શકશે નહીં. 26-04-2020ના રોજ રવિવારે અખાત્રીજ છે. (સતત સમાચારોની અપડેટ મેળવવા આપ અમને 9328282571 નંબર ઉપર “News” લખીને વોટ્સએપ મેસેજ કરો. આપની આસપાસ બનતી ઘટનાઓ પણ અમને ફોટો-વિડિયો કે લેખિત માહિતી દ્વારા મોકલાવો. આપ અમને ફેસબુકમાં પણ લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ફેસબુકમાં આપ અમને faceofnation.news નામથી સર્ચ કરી શકો છો)

અમદાવાદમાં 4 મહિનાથી લઈને 10 વર્ષ સુધીના 29 બાળકો કોરોનાગ્રસ્ત

અમદાવાદમાં 4 મહિનાથી લઈને 10 વર્ષ સુધીના 29 બાળકો કોરોનાગ્રસ્ત