ફેસ ઓફ નેશન, 22-04-2020 : કોરોના મામલે કોર્પોરેશનના અધિકારીઓથી માંડીને પોલીસ તંત્ર જાગુતતા માટે અથાગ પ્રયાસો કરે છે. લોકોને સમજાવવા અને સોશિયલ ડીસ્ટન્સનું પાલન કરાવવા પોલીસ સતત સૂચનાઓ આપે છે. હાલ સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો છે. જેમાં પોલીસ અધિકારી લોકોને સૂચના આપે છે. શાકભાજી ખરીદવા સબંધે અને ઘરમાં સુરક્ષિત રહેવા સંબંધેની તેમની આ જાહેરાત લોકોને તાળીઓ પાડવા મજબુર કરી દે છે.
અવાજમાં કડકાઈ સાથે કરવામાં આવી રહેલી આ જાહેરાત લોકોને સુરક્ષિત રહેવા માટેનો ઈશારો છે. હાજર લોકો ધ્યાનથી પોલીસની આ જાહેરાતને સાંભળે છે. પરંતુ જેટલા ધ્યાનથી જાહેરાત સાંભળે છે તેટલા જ ધ્યાનથી તેનું અનુકરણ કરે તે પણ જરૂરી છે. પોલીસ અધિકારીએ આ વીડિયોમાં એક દમ સાચી વાત કહી છે કે, ઘરમાં દાળ રોટલી ખાઈને પણ ચાલી જશે. જરૂરી નથી કે રોજ શાકભાજી જ ખાવું જોઈએ. (સતત સમાચારોની અપડેટ મેળવવા આપ અમને 9328282571 નંબર ઉપર “News” લખીને વોટ્સએપ મેસેજ કરો. આપની આસપાસ બનતી ઘટનાઓ પણ અમને ફોટો-વિડિયો કે લેખિત માહિતી દ્વારા મોકલાવો. આપ અમને ફેસબુકમાં પણ લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ફેસબુકમાં આપ અમને faceofnation.news નામથી સર્ચ કરી શકો છો)
https://youtu.be/qr9Z1LFhZX8
અમદાવાદમાં 4 મહિનાથી લઈને 10 વર્ષ સુધીના 29 બાળકો કોરોનાગ્રસ્ત