ફેસ ઓફ નેશન, 22-04-2020 : મ્યુનિ.એ એસજી હાઈવે ખાતે આવેલી ફાઈવ સ્ટાર હોટેલ ફર્ન ખાતે પેમેન્ટ બેઝ્ડ કોવિડ કેર સેન્ટર શરૂ કર્યું છે. જેને લઈને આજે સ્થાનિકોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. સ્થાનિકોને માંગ છે કે તાત્કાલિક ધોરણે સરકાર આ સેન્ટરને રદ્દ કરે.
કોરોનાના વાઈરસના એસિમ્પ્ટોમેટીક દર્દી જેમને લક્ષણો નથી પરંતુ તેમનો રિપોર્ટ પોઝિટિવ છે તેવા તમામ દર્દીઓ સરકારી કોવિડ સેન્ટરમાં રહેવા ઈચ્છતા ન હોય તેવા દર્દીઓ આ ફાઈવ સ્ટાર હોટેલમાં જઈ શકશે. જેને લઈને સ્થાનિક વિસ્તારોમાં કોરોના ફેલાવવાના ભયથી લોકોએ વિરોધ શરૂ કર્યો છે.
આ હોટેલમાં રહેવા ઇચ્છતા દર્દીઓએ રહેવા અને જમવાનો ખર્ચો જાતે ભોગવવાનો રહેશે. આ હોટેલના સામાન્ય રૂમના ટેરિફ ખૂબ જ ઊંચા હતા પરંતુ મ્યુનિ.એ હોટેલ સાથે વાટાઘાટો કરી ટેરિફમાં ઘટાડો કરી જમવા સાથેનું ટેરિફ નક્કી કર્યું છે. અહીં રૂમનું ભાડું 2700માં નક્કી કરવામાં આવ્યું છે. પેમેન્ટ બેઝડ કોવિડ કેર સેન્ટરમાં મ્યુનિ.ની મેડિકલ ટીમ અને એમ્બુલન્સની વ્યવસ્થા હશે. (સતત સમાચારોની અપડેટ મેળવવા આપ અમને 9328282571 નંબર ઉપર “News” લખીને વોટ્સએપ મેસેજ કરો. આપની આસપાસ બનતી ઘટનાઓ પણ અમને ફોટો-વિડિયો કે લેખિત માહિતી દ્વારા મોકલાવો. આપ અમને ફેસબુકમાં પણ લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ફેસબુકમાં આપ અમને faceofnation.news નામથી સર્ચ કરી શકો છો)
https://youtu.be/YrP6qF8KjKw
અમદાવાદમાં 4 મહિનાથી લઈને 10 વર્ષ સુધીના 29 બાળકો કોરોનાગ્રસ્ત