ફેસ ઓફ નેશન, 22-04-2020 : દેશમાં વધતા જતા કોરોના કેસોના મામલે ગુજરાત સરકારની નબળી કામગીરી દેખાઈ રહી છે. સમગ્ર દેશમાં જે જે રાજ્યોમાં કોરોનાના કેસો વધારે હતા તે તમામ રાજ્યોને પાછળ ધકેલી ગુજરાત બીજા ક્રમે પહોંચી ગયું છે. દર્દીઓની રિકવરી મામલે પણ ગુજરાત અન્ય રાજ્યોની સરખામણીએ ઘણું પાછળ છે. સરકાર અને તંત્ર વચ્ચે આ બાબતે કોને જવાબદાર ઠેરવા તે એક મોટો સવાલ છે.
હાલ સમગ્ર દેશમાં મહારાષ્ટ્ર સૌથી વધુ કેસ સાથે પ્રથમ નંબરે છે. જો કે મહારાષ્ટ્રમાં કોરોનાએ જયારે 2000 કેસોનો આંક વટાવ્યો હતો ત્યારે 217 લોકો એકદમ સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યા હતા. જેની સરખામણીએ ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં હાલ 2272 કેસ નોંધાયા છે. જેમાંથી માત્ર 139 લોકો રિકવર થતા પરત ઘરે ફર્યા છે.
મૃત્યુઆંક મામલે જોઈએ તો, ગુજરાત હાલ 90 લોકોના મૃત્યુ સાથે બીજા નંબરે છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ 251 લોકોના મોત નિપજ્યા છે. જો કે ત્યાં કેસો પણ વધારે છે. આજદિન સુધી મહારાષ્ટ્રમાં 5218 કેસ નોંધાયા છે, જેની સામે 722 લોકો સ્વસ્થ થઇ ઘરે પરત ફર્યા છે. મૃત્યુઆંક મામલે જોઈએ તો દિલ્હીમાં 47, રાજસ્થાનમાં 26, તમિલનાડુમાં 18, મધ્યપ્રદેશમાં 80 અને ઉત્તર પ્રદેશમાં 21 નો આંક નોંધાયો છે.
અન્ય રાજ્યોની વાત કરીએ તો, દિલ્હીમાં કુલ 2156 કેસ નોંધાયા છે. જેની સામે 611 લોકો રિકવર થઈને પરત ઘરે ફર્યા છે. રાજસ્થાનમાં 1799 કેસ નોંધાયા છે. જેની સામે 274 લોકો રિકવર થઈને પરત ઘરે ફર્યા છે. તમિલનાડુમાં 1596 કેસ નોંધાયા છે. જેની સામે 635 લોકો સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યા છે.મધ્યપ્રદેશમાં 1552 કેસ નોંધાયા છે. જેની સામે 148 લોકો સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યા છે. જયારે ઉત્તર પ્રદેશમાં 1337 કેસ નોંધાયા છે. જેની સામે 162 લોકો રિકવર થઈને પરત ઘરે ફર્યા છે.
આ આંકડા જોવા જઈએ તો ગુજરાત સરકારની કામગીરીની પોલ ઉઘાડી પડી જાય છે. બસ સવાલ એ જ થાય છે કે, આ કામગીરીનો શ્રેય કોણ કોના માથે લેશે ? સત્તા કે પછી અધિકારીઓ ? જો કે અધિકારીઓ જ આ નબળી પરિસ્થિતિના જવાબદાર બનશે કેમ કે રાજકારણીઓ તો ક્યારેય કોઈ ખરાબ સ્થિતિમાં જવાબદારી સ્વીકારતા જ નથી. તેઓ અધિકારીઓના માથે ખો કરી દે છે. (સતત સમાચારોની અપડેટ મેળવવા આપ અમને 9328282571 નંબર ઉપર “News” લખીને વોટ્સએપ મેસેજ કરો. આપની આસપાસ બનતી ઘટનાઓ પણ અમને ફોટો-વિડિયો કે લેખિત માહિતી દ્વારા મોકલાવો. આપ અમને ફેસબુકમાં પણ લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ફેસબુકમાં આપ અમને faceofnation.news નામથી સર્ચ કરી શકો છો)
અમદાવાદમાં 4 મહિનાથી લઈને 10 વર્ષ સુધીના 29 બાળકો કોરોનાગ્રસ્ત