Home News કોરોના રિપોર્ટ : રાજ્યમાં સવારથી સાંજ સુધી નવા 135 કેસ નોંધાયા, અમદાવાદમાં...

કોરોના રિપોર્ટ : રાજ્યમાં સવારથી સાંજ સુધી નવા 135 કેસ નોંધાયા, અમદાવાદમાં 67

ફેસ ઓફ નેશન, 22-04-2020 : કોરોનાના વધતા જતા કેર આજે સવારથી સાંજ સુધી રાજ્યમાં વધુ 135 કેસ નોંધાયા છે. જેમાંથી અમદાવાદમાં 67 કેસ નોંધાયા છે. સુરતમાં 51, મહીસાગરમાં 9, છોટા ઉદેપુરમાં 4, વડોદરા અને બનાસકાંઠામાં 1-1, આણંદમાં 2 કેસ નોંધાયા છે. 8 લોકોના મૃત્યુ થયા છે. 35 લોકો સ્વસ્થ થતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. 2107 લોકો સ્વસ્થ છે અને 13 લોકો વેન્ટિલેટર ઉપર છે.
છેલ્લા 24 કલાકમાં જોઈએ તો, રાજ્યમાં કુલ 229 કેસ નોંધાયા છે. જયારે અમદાવાદમાં કુલ 128 કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યનો અત્યાર સુધીનો કુલ આંકડો 2407 થયો છે. સમગ્ર દેશમાં હાલ ગુજરાત વધુ કેસો સાથે બીજા નંબરે છે. મૃત્યુ મામલે પણ ગુજરાત બીજા નંબરે છે. સાથે જ સારવાર મેળવીને સ્વસ્થ થનારા લોકોની સંખ્યા મામલે પણ ગુજરાત અન્ય રાજ્યોની સરખામણીએ પાછળ છે. વધતા જતા કોરોનાના કેર વચ્ચે ગુજરાત સરકારની અસરકારક કામગીરી રહી નથી. તમામ રાજ્યો દેશમાં વધતા જતા કોરોનાના ક્રમાંકમાં નીચે ઉતરી રહ્યા છે અને ગુજરાત ઉપર ચઢી રહ્યું છે. (સતત સમાચારોની અપડેટ મેળવવા આપ અમને ફેસબુકમાં પણ લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ફેસબુકમાં જોડાવવા માટે ક્લિક કરો : faceofnation.news )

સમગ્ર દેશમાં કોરોનાના કેસો મામલે ગુજરાત બીજા નંબરે પહોંચી ગયું : શ્રેય કોને ? સત્તાને કે અધિકારીઓને ?

કોરોનાની સારવારમાં ખાનગી હોસ્પિટલને બખ્ખા : પ્રસંગની જેમ લાખ્ખોમાં પેકેજ !