Home News દેશમાં કોરોનાના દર્દીઓમાં સૌથી વધુ 21 થી 40 વર્ષના, 67 ટકા પુરુષો

દેશમાં કોરોનાના દર્દીઓમાં સૌથી વધુ 21 થી 40 વર્ષના, 67 ટકા પુરુષો

ફેસ ઓફ નેશન, 23-04-2020 : દેશમાં વધતા જતા કોરોનાના કેર વચ્ચે સૌથી વધુ 21થી 40 વર્ષના દર્દીઓ નોંધાયા છે. અત્યારસુધી દેશમાં કુલ 21,450 કેસ નોંધાયા છે. જેમાં 16,393 સારવાર હેઠળ છે. 4376 સ્વસ્થ થઈ ગયા છે અને 681 લોકોના મૃત્યુ નિપજ્યા છે. અત્યાર સુધી સૌથી વધુ 19 એપ્રિલે એક જ દિવસમાં 1580 કેસ નોંધાયા હતા અને સૌથી વધુ 21 એપ્રિલે એક જ દિવસમાં 53 લોકોના મોત નિપજ્યા હતા.
સમગ્ર દેશમાં નોંધાયેલા આંકડા વિષે વાત કરીએ તો, કુલ આંકડાના 67.2 ટકા પુરુષો અને 32.8 ટકા સ્ત્રીઓને આ રોગનો ચેપ લાગ્યો છે. સૌથી વધુ કેસો 31 થી 40 વર્ષની વયના લોકો વચ્ચે નોંધાયા છે. ત્યારબાદ 21 થી 30 વર્ષના લોકોમાં સૌથી વધુ આ રોગનું પ્રમાણ જોવા મળ્યું છે. જેથી એમ કહી શકાય કે, કોરોનાના રોગમાં સપડાતા લોકોમાં 21 થી 40 વર્ષના લોકો વધુ છે. આ રોગના દર્દીઓમાં 81 થી 100 વર્ષના લોકો નહિવત પ્રમાણમાં નોંધાયા છે.
જે જે લોકોને ડાયાબિટીસ, શ્વાસની કે અન્ય કોઈ બીમારી છે તેવા લોકોને આ રોગનો ચેપ જલ્દી લાગી જાય છે. આ મામલે તંત્ર દ્વારા અવારનવાર લોકોને વિનંતી પણ કરવામાં આવે છે કે, વૃધ્ધો અને જે લોકોને કોઈ પણ બીમારી છે તેવા લોકો ખુબ કાળજી રાખે. અત્યાર સુધી આ રોગને કારણે જેટલા લોકો મૃત્યુ પામ્યા છે તેમાંથી મોટાભાગના તમામ લોકો અન્ય કોઈ બીમારીથી પીડાતા હતા. અન્ય બીમારીને કારણે વ્યક્તિને રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોવાથી કોરોના જલ્દી ઇફેક્ટ કરે છે. (સતત સમાચારોની અપડેટ મેળવવા આપ અમને ફેસબુકમાં પણ લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ફેસબુકમાં જોડાવવા માટે ક્લિક કરો : faceofnation.news )

કોરોનાની સારવારમાં ખાનગી હોસ્પિટલને બખ્ખા : પ્રસંગની જેમ લાખ્ખોમાં પેકેજ !

જવાબદાર કોણ ? : દેશમાં ગુજરાત કોરોનાના દર્દીઓની રિકવરીમાં સૌથી પાછળ અને મૃત્યુઆંકમાં આગળ