ફેસ ઓફ નેશન, 23-04-2020 : લોકડાઉન ચાલી રહ્યું છે ત્યારે સૌ કોઈ ઘરમાં કેદ છે. ચાંદલોડિયામાં જમવા બાબતે પતિએ પત્નિને ઝૂડી નાખી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શાકમાં મીઠું ઓછું નાખ્યું છે, તને જમવાનું બનાવતા આવડતું નથી તેમ કહીને પોતું કરવાના દંડા વડે પતિએ પત્નિને ઝૂડી નાખી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
ચાંદલોડિયા ધરતી ફ્લેટની બાજુમાં આવેલી કૃષ્ણનગર સોસાયટીમાં રહેતા પરિવારમાં ઝઘડો થતા તે મારામારી સુધી પહોંચી ગયો હતો. આ અંગે મહિલાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, પોતે પતિના પરિવાર સાથે રહે છે. ગઇરાત્રે 11 વાગ્યાના અરસામાં મહિલાનો પતિ ઘરે જમવા માટે આવ્યો હતો. જમવા બેસતાની સાથે જ પતિએ “શાકમાં મીઠું નથી, તને રસોઈ બનાવતા આવડતું જ નથી” તેમ કહી જેમ ફાવે તેમ ગંદી ગાળો બોલીને મારવા લાગેલ. આટલેથી શાંત નહીં થયેલા પતિએ મહિલાને નજીકમાં પડેલા પોતા કરવાના દંડા વડે ઝૂડી નાખી હતી.
બાદમાં મહિલાએ પરિવારને જાણ કરતા તેના સાસુ અને જેઠ સહિતના લોકો આવી પતિને ઠપકો આપ્યો હતો. જો કે પતિએ ગાળો બોલવાનું ચાલુ રાખ્યું હતું અને પત્નિને જાનથી મારી નાખવાની ધમકી આપતા ખુદ જેઠે જ પોલીસને ફોન કરીને બોલાવી હતી. બાદમાં પોલીસ સ્ટેશને આવીને પત્નિએ પતિ વિરુદ્ધ ગુનો દાખલ કરાવ્યો હતો. પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. (સતત સમાચારોની અપડેટ મેળવવા આપ અમને ફેસબુકમાં પણ લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ફેસબુકમાં જોડાવવા માટે ક્લિક કરો : faceofnation.news )
જવાબદાર કોણ ? : દેશમાં ગુજરાત કોરોનાના દર્દીઓની રિકવરીમાં સૌથી પાછળ અને મૃત્યુઆંકમાં આગળ
દેશમાં કોરોનાના દર્દીઓમાં સૌથી વધુ 21 થી 40 વર્ષના, 67 ટકા પુરુષો